GSTV

સંશોધન / હવે ગામની મિલકતો માપવામાં નહીં લાગે 6 મહીનાનો સમય, માત્ર અડધો કલાકમાં જ કાર્ય પૂર્ણ થઇ જશે

Last Updated on July 20, 2021 by Dhruv Brahmbhatt

અત્યાર સુધી માત્ર શહેરોમાં જ અપાતા પ્રોપર્ટી કાર્ડનો વ્યાપ હવે ગામડાંઓ સુધી વિસ્તરવા જઈ રહ્યો છે. અલબત આ માટે હજારો ગામડાંની લાખ્ખો મિલ્કતોની માપણી વર્ષો સુધીનો સમય માગી લે એવો પડકાર છે, જેને પહોંચી વળવા ડ્રોનની મદદ લેવાનું નક્કી કરાયું છે. અગાઉ કોઈ એક જ ગામની મિલ્કતો માપતાં છ મહિના લાગી જતા તેના બદલે હવે ડ્રોનથી એ કામ અડધો – પોણો કલાકમાં જ પાર પડતું થઈ જશે.

કેન્દ્ર સરકારની સર્વે ઓફ વિલેજિસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રોવાઈઝડ (સ્વામિત્વ) યોજનાને અનુલક્ષીને આજે કેન્દ્રીય પંચાયત મંત્રાલય દ્વારા સંબંધિત રાજયો સાથે વિડિયો કોન્ફનર્સ રાખવામાં આવી હતી. તેમાં ગુજરાતમાંથી મહેસુલ અગ્રસચિવ તેમજ તમામ જિલ્લા કલેકટરો, ડી.ડી.ઓ, સિટી સર્વે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ જોડાયા હતાં.

ગુજરાતમાં આ કામગીરી અન્વયે ૪૫-૪૫ કિલોમીટરનું કવરેજ ધરાવતા ૪૮ ટાવર નાખીને કન્ટીન્યૂઝ ઓપરેશન રેફરન્સ સ્ટેશન (કોર્સ) સ્થપાશે. આ માટેની ગ્રાન્ટ સર્વે ડિપાર્ટમેન્ટને આપીને સેટલમેન્ટ કમિશ્નર સાથે મેમોરેન્ડમ કરાશે. રાજકોટ જિલ્લામાં રાજકોટ, ગોંડલ અને ઉપલેટા ખાતે ‘કોર્સ’ સ્થાપવા ૩-૩ લોકેશન (દાખલા તરીકે, રાજકોટમાં સર્વે ભવન, રૃડા અને કલેકટર ઓફિસ) સૂચવાયા છે. જેમાંથી આખરી પસંદગી હવે પછી થશે. 

રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં ૫૩૩ ગામ આ યોજનામાં લેવાપાત્ર જણાયા છે, જયાં કુલ પાંચે’ક લાખ પ્રોપર્ટીકાર્ડ જનરેટ કરવાના થાય છે. ગામ નમુના નંબર ૬, ૭ (૧૨) નો ઉતારો, ૮(અ) વગેરેની ૭.૮૮ લાખ પૈકી ૬.૫  લાખ ૭.૮૮ લાખ પૈકી ૬.૫ લાખ એન્ટ્રી પૂરી થઈ ગઈ છે. રાજકોટ જિલ્લામાં પ્રારંભિક તબક્કે લોધિકા અને કોટડાસાંગાણી તાલુકાની પસંદગી થઈ છે, જેમાંના કયા ગામો પાયલોટ પ્રોજેકટમાં આવરી લેવા તે હવે નક્કી થશે એમ જણાવતા અધિકારીઓએ ઉમેર્યું કે, ડ્રોન દ્વારા ગામેગામ મિલ્કતોની માપણી થઈ જાય પછી ડેટા પ્રોસેસ કરીને જે – તે ગામવાર મિલ્કતોના નકશા બનાવી ગામેગામ અપાશે અને તે પછી વાંધા તકરારનો સમય વિત્યે પ્રોપર્ટીકાર્ડ અમલમાં આવી જશે.

ઓટોમેટિક અપડેશન થતું રહે એવું સોફ્ટવેર

પ્રોપર્ટીકાર્ડ બેંક લોન મેળવવામાં, દારપણાંનો દાખલો, જામીન લેવા સહિતનાં કામે ઉપયોગી છે, એને મિલ્કતના પૂરાવારૃપ ગણી આવા તમામ કાયદા અપાય છે. આજે રેકર્ડ પર કોઈ એક મિલ્કત હોય તેના ભવિષ્યમાં ભાઈ – ભાગ પડે અને ભાયાત માપણીના ચોક્કસ બે પોઈન્ટ મોકલે તો પણ સિટી સર્વે ડિપાર્ટમેન્ટના ઈનપૂટ આધારે રેકર્ડ પર એકના બે ભાગ આપોઆપ થઈ જશે. ઝડપી કામગીરી માટે સોફટવેર ઉપરાંત બાદમાં મોબાઈલમાં પણ અપડેટ કરી શકાશે અને મેઈન્ટેનન્સથી રેકોર્ડ કાયમ અપડેટ થતું રહે એવી તંત્રની ગણતરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!