GSTV

ખેડૂતોને મોટો ઝટકો! હવે કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન લેવી પડશે મોંઘી, મોદી સરકારે કરી છે મોટી તૈયારી

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓની વિરુદ્ધ વધુ એક દિલ્હીના વિવિધ બોર્ડર પર હજારો ખેડૂતો છેલ્લા દોઢ મહીનાથી જમા થયેલ છે, તો બીજી તરફ એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે, નરેન્દ્ર મોદી સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજ દર વધારવાની તૈયારી કરી રહી છે.

ખેડૂતોને ઝટકો આપવાની તૈયારીમાં

વાયરલ સમાચારોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોને ઝટકો આપવાની તૈયારીમાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, અટલ બિહારી વાજપેયી સરકારના સમયથી શરૂ કરવામાં આવેસી કેસીસીમાં 7 ટકા વ્યાજદરને વધારી મોદી સરકાર 14 ટકા કરવાની તૈયારીમાં છે. વાયરલ સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર 1 એપ્રીલથી વધેલ વ્યાજદરને લાગુ કરવાની છે.

કોઈપણ હકીકત નથી

જોકે, જ્યારે સમાચારની તપાસ કરવામાં આવી તો, જાણવા મળ્યું છે કે, વાયરલ સમાચાર ખોટા છે અને મોદી સરકાર તરફથી એવુ કોઈપણ પ્લાન નથી. ખરેખર જ્યારે સમાચાર વાયરસ થઈ તો PIB ની ફેક્ટ ચેક ટીમે તેની તપાસ કરી હતી. PIB એ તપાસ બાદ જણાવ્યું છે કે, વાયરલ સમાચાર ખોટા છે અને તેમાં કોઈપણ હકીકત નથી.

PIB એ શું કર્યુ ટ્વીટ

  • PIB ની ટીમે ટ્વીટ કર્યુ અને જણાવ્યું કે, એક સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે કિસાન ક્રેડિટ કાર્ડ લોન 7 ટકાની જગ્યાએ 12 જગ્યાએ વ્યાજદર પર મળશે.
  • PIB Fact Check : ત્યારબાદ પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે જણાવ્યું છે કે, આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકારે કેસીસી લોનના વ્યાજદરને વધારાને સંબંધમાં એવી કોઈ જાહેરાત કરી નથી.
  • ઉલ્લેખનીય છે કે, આ સમયે ઘણા સમાચાર આ પ્રકારથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેનાથી લોકોને હંમેશા સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. પીઆઈબીની ટીમ આ કામમાં લાગેલી થઈ છે અને લોકોને સતત જાગૃત કરવાનું કામ કરી રહી છે. લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે, કોઈપણ વાયરલ મેસેજને કોઈ બીજાની પાસે ફોર્વડ કરતા પહેલા તેમની પહેલા તપાસ કરી લેવી જોઈએ.

READ ALSO

Related posts

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!