GSTV
Home » News » હવે વાંચો આ સમાચાર: 250 ઘોષણાઓમાં સરકારે તમને મામુ જ બનાવ્યા, સર્વેમાં ખૂલ્લા પડ્યાં મોદીજી

હવે વાંચો આ સમાચાર: 250 ઘોષણાઓમાં સરકારે તમને મામુ જ બનાવ્યા, સર્વેમાં ખૂલ્લા પડ્યાં મોદીજી

આપણે રોજબરોજમાં એવા કેટલાય સંકલ્પો કરતા હોઈએ કે જે માત્ર સંકલ્પ જ રહી જાય અને એને પૂર્ણ કરવા માટે આપણે વિચાર પણ ન કરતા હોઈએ. તો આપણી હાલની સરકાર પણ કંઈક એવું જ કરે છે. જોઈ લો આ એક અપ ટૂ ડેટ સર્વે. જો કે સરકાર તેના છેલ્લા બજેટની તૈયારી કરી રહી છે, પરંતુ સીએનબીસી-આવાજ દ્વારા મેળવેલ વિશિષ્ટ માહિતી અનુસાર, છેલ્લાં પાંચ બજેટમાં સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં 40 ટકા જાહેરાતનું હજુ સુધી અમલીકરણ થયું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ માહિતી બજેટની સમીક્ષા બેઠક દરમિયાન સામે ખુલ્લી પડી હતી. છેલ્લા 5 બજેટમાં આશરે 600 જેટલી જાહેરાતની ઘોષણા કરવામાં આવી છે, જે ઘોષણાઓમાંથી જો અમલીકરણ થયેલ ઘોષણાની સંખ્યા ગણીએ તો લગભગ 350 જેટલી જ થાય છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં લગભગ 250 ઘોષણાઓની જાહેરાત બાદ શરૂઆત જ કરવામાં આવી નથી. હજુ એ યોજનાનો પગ જમીન પર પડ્યો જ નથી. આશરે 175 જાહેરાતોની શરૂઆત તો થઈ ગઈ પણ એનું અમલીકરણ હજુ નથી થયુ એટલે કે એને લાગુ કરવામાં આવી નથી. આશરે 10 ઘોષણાઓ પર કોઈ પગલાં જ લેવામાં આવ્યાં નથી. લેબર રિફોર્મને સંબંધિત બે ઘોષણાઓ પર કોઈ પગલાં લેવામાં જ આવ્યા નથી.

પબ્લિક પોર્ટના આધુનિકીકરણ માટેનું બિલ સંસદમાં હજુ લંબાણમાં જ છે. 2018-19માં દરેક કંપનીઓને એક અનન્ય એન્ટિટી નંબર આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી નથી. અને આવી તો ઘણી જાહેરાત તમારા કાન સુધી પહોંચી હશે પણ એ યોજના પછી લૂપ્ત જ થઈ ગઈ હશે. એટલે આ રીતે જો આ સર્વે પ્રમાણે જોઈએ તો મોદી સરકારે હજુ 250 જેટલા વાયદાઓ પૂરા જ નથી કર્યા.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!