GSTV
Ahmedabad Trending ગુજરાત

વળતાં પાણી / ગુજરાતના ૨૪ જિલ્લામાં હવે ૧૦થી પણ ઓછા એક્ટિવ કેસ, 4 જિલ્લા તો કોરોનામુક્ત થઈ ગયા

કોરોના

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૧ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ આઠમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યના ૩૩માંથી ૯ જિલ્લા જ એવા છે જ્યાં હાલમાં ૧૦થી વધુ એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ સૌથી વધુ ૮૦ એક્ટિવ કેસ ધરાવે છે.

ચાર જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી

અરવલ્લી, છોટા ઉદેપુર, મોરબી, પંચમહાલ એમ ચાર જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી. રાજ્યમાં જ્યાં ૧૦થી વધુ એક્ટિવ કેસ છે તેમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, જામનગર, દાહોદ, ગાંધીનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલીનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૯, સુરત-વડોદરામાંથી ૫, જામનગરમાંથી ૩, જુનાગઢ-દાહોદમાંથી ૨ જ્યારે ગાંધીનગર-અમરેલી-દેવભૂમિ દ્વારકા-ખેડા-કચ્છમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યાં હતાં.

corona patient

છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૪૯ દર્દી કોરોનાથી સાજા થયા

રાજ્યમાં હાલ ૩૧૨ એક્ટિવ કેસ છે જ્યારે ૫ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૪૯ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૪,૩૫૬ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૪% છે. વધુ ૬૪૯૧૩ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૨.૫૧ કરોડ છે. હાલમાં ૫૪૪૮ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

ગુજરાતમાં કોરોનાએ હળવા પગે વિદાય લીધી છે ત્યારે કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તે પહેલાં વધુ ને વધુ લોકો રસી લે માટે આરોગ્ય વિભાગે પ્રયાસો આદર્યા છે. રાજ્યમાં કુલ 4.93 કરોડ પૈકી અત્યાર સુધી બે કરોડ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.

ગુજરાતમાં કોરોનાની રસી લેનારાંઓની સંખ્યા વધીને હવે 3.18 કરોડ સુધી પહોંચી છે. કોરોનાની મહામારી સામે રક્ષણાત્મક ઉપાય સમાન કોરોનાની રસીનું રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરાયું છે જેના ભાગરૂપે 1,75.971 લોકોને રસી આપવામાં આવી હતી. માત્ર કોવેક્સિન રસીનો બીજો જ ડોઝ આપવામાં આવ્યો હતો.

અત્યાર સુધી 45 વર્ષથી વધુ વયના 1,19,04,746 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો

આરોગ્ય વિભાગે અન્ય રસી નહીં આપવા નક્કી કર્યું હતું. અત્યાર સુધી 45 વર્ષથી વધુ વયના 1,19,04,746 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જયારે આ જ આયુના 56,13,434ને રસીનો બીજો ડોઝ આપી દેવાયો છે. 18થી 44 વર્ષના 1,03,35,034ને પ્રથમ ડોઝ જયારે 3,71,315 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે.

આઠ મહાનગરોમાં 70 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 48 ટકા લોકોને રસીના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરાયા છે. જોકે, આઠેય મહાનગરોમાં અમદાવાદમાં સૌથી વધુ રસીકરણ થયુ છે. 36,06,205 અમદાવાદીઓ રસી લીધી છે.

ભાવનગરમાં 3,97,867, ગાંધીનગરમાં 3,62,299, જામનગરમાં 3,86,510, જૂનાગઢમાં 2,03,307, રાજકોટમાં 10,61,018, સુરતમાં 26,16,193 અને વડોદરામાં 14,89,804 લોકોને રસી આપવામાં આવી છે. ડાંગમાં સૌથી ઓછુ રસીકરણ એટલે કે, 74,359 લોકોને રસી અપાઇ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભારતીય રૂપિયો ફરી તૂટ્યો, પ્રતિ યુએસ ડોલરે 78.96નું થયું ઐતિહાસિક ભંગાણ

Hemal Vegda

પતિ શાહિદ કપૂરને પોતાની તરફ ખેંચી મીરાએ કરી દીધી કિસ, વિડીયો જોઈ તમે પણ શરમાઈ જશો

Damini Patel

PM નરેન્દ્ર મોદી ૪થી જુલાઇએ ગુજરાતની મુલાકાતે, રાજ્યના CM ઉપરાંત કેન્દ્ર સરકારના બે મંત્રીઓ રહેશે હાજર

pratikshah
GSTV