GSTV

હવે બસ, ચીનને ભારતનું આ મંત્રાલય પણ આપશે ઝાટકો : કડક નિયમો સાથે કસ્ટમડ્યૂટી વધારશે

ભારતની સરહદમાં અનેક સ્થળે ઘુસી આવેલું ચીન પરત જતું ન હોવાથી તેને સતત આર્થિક આંચકા આપવામાં આવી રહ્યા છે. માર્ગ નિર્માણ અને ડિજિટલ ક્ષેત્રમાં અડચણો પેદા કર્યા બાદ હવે વિજળી ક્ષેત્રમાં આવો આંચકો આપવા સરકારે નક્કી કર્યું છે. કેન્દ્રીય વીજ મંત્રી આર.કે.સિંહે કહ્યું છે કે વીજ પ્રોજેક્ટ માટે ચીનમાંથી જે પણ આયાત કરવામાં આવી હતી, હવે સરકાર તેનું નિયમન કરી શકે છે. આ ક્ષેત્રમાં કસ્ટમ ડ્યુટી વધારો કરવામાં આવશે. ચીની કંપનીઓને કાબૂમાં રાખવા માટે, કડક નિયમો લદાશે. ચીનને આર્થિક રીતે અને યુદ્ધ ક્ષેત્રે પણ દબાણ કરી શકીએ.

દરેક ભારતીય ચીનને કઠિન પાઠ ભણાવવા માંગે છે

ચીની રોકાણો બંધ થયા છે. અગાઉ માલ મંગાવતો હતો કારણ કે ચીન સસ્તા ભાવે તેનું ઉત્પાદન આપતું હતું. હવે ઘરેલુ ચીજવસ્તુઓ પર નિર્ભરતા વધશે, કારણ કે દરેક ભારતીય ચીનને એક કઠિન પાઠ ભણાવવા માંગે છે.

માર્ગો, રેલ્વે અને મોબાઈ ફોનની એપ અંગે આવો નિર્ણય લેવાયો હતો

બુધવારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક નિવેદન આપ્યું હતું કે હવે ચીની કંપનીઓ પર ભારતમાં મોટા રાજમાર્ગોના પ્રોજેક્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, એટલું જ નહીં જો તેઓ કોઈની ભાગીદારીમાં આવે તો પણ તેઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બીજી તરફ, એમએસએમઇ ક્ષેત્રે પણ ચીનને કડક બનાવવામાં આવશે.આ અગાઉ સરકારે ચીનમાં ટિકટોક સહિત 59 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે જ સમયે, રેલ્વેએ ચીની કંપનીને આપેલા કરાર પણ રદ કરી દીધા હતા.

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

BIG NEWS/ અમેરિકા માટે ઐતિહાસિક દિવસ, આજથી ટ્રમ્પ યુગનો અસ્ત, બાઈડન બન્યા અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ

Pravin Makwana

પ્રજાસત્તાક દિન પહેલાં જ વધુ એક ઘૂસણખોરી નિષ્ફળ, અખનૂર સેક્ટરમાં 3 આતંકીઓ ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!