GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

હવે શરૂ થયા આ પ્રકારના હોટલો કે જ્યાં નહીં મળે બાળકોને એન્ટ્રી

હવે દેશભરમાં કેટલાંય એવા હોટલ શરૂ થઈ ગયા છે જ્યાં 18 વર્ષ સુધીના બાળકો અને યુવાઓનો પ્રવેશ એકદમ નિષેધ છે. એવા હોટલોમાં માત્ર વયસ્કોને પ્રવેશ મળી રહ્યોં છે. ઈન્ટરનેટ પર લોકો એવા હોટલ સર્ચ કરી રહ્યાં છે જ્યાં બાળકો અને યુવાઓને પ્રવેશ નથી મળતો. તેમાં નવા લગ્ન થયેલા અને અન્ય કપલ્સ પણ શામેલ છે. જો કે આ સુવિધા દેશમાં કેટલાંક નક્કિ કરેલા હોટલોમાં જ મળી રહી છે.

सांकेतिक तस्वीर

એટલા માટે લગાવ્યો પ્રતિબંધ

હોટલમાં આ નિયમ એટલા માટે લાગૂ કરવામાં આવ્યો છે કારણ કે બાળકો હોટલની પ્રોપર્ટીને ખરાબ કરે છે અને ઘોંઘાટ કરે છે, જેનાથી અન્ય મહેમાનોને પરેશાની થાય છે. એવા હોટલોમાં લોકો ખૂબ સંખ્યામાં બુકિંગ કરાવી રહ્યાં છે. આ હોટલોમાં બુકિંગ પણ 85 ટકા સુધી જોવા મળી રહી છે.

શા માટે વધી રહી છે ડિમાંડ?

એવા હોટલોની ડિમાંડ દુનિયાની સાથે ભારત પણ ખુબ જ જોર પકડી શકે છે. આ હોટલની ડિમાંડ એટલા માટે વધી છે કારણ કે લોકો રજાઓમાં એકદમ એકાંત પસંદ કરે છે. બાળકોના હોવાથી માતા-પિતાને પોતાના માટે સમય મળતો નથી. એવામાં આ લોકો પોતાના માટે હોટલોમાં જવાનું પસંદ કરે છે. લોકો જ્યારે એવા હોટલો અને શહેરોમાં ફરીથી જઈ શકે છે જ્યાં તે પહેલા પણ જઈ ચુંક્યાં છે.

બ્રેકફાસ્ટ, વાઈ-ફાઈની સુવિધા

હવે હોટલની બુકિંગ કરતા સમયે લોકો મફત નાશ્તો, વાઈ-ફાઈ જેવી સુવિધાઓ સિવાય એ વાતને વધુ સર્ચ કરી રહ્યાં છે. આ સિવાય કપલ્સ માટે ખાસ પ્રકારની સજાવટ, ડાઈનિંગની સ્પેશિયલ સુવિધાઓને જોઈ રહ્યાં છે. જો કે આ પ્રકારની હોટલોનો વિરોધ પણ થઈ રહ્યોં છે કેમ કે કેટલાંક લોકોનું માનવુ છે કે પબ્લિક સ્પેસમાં બાળકો માટે અલગ જગ્યા હોવી જોઈએ. જો કે સુરક્ષાના હિસાબે હોટલોએ પ્રબંધ કરવો જોઈએ જેથી બાળકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય.

READ ALSO

Related posts

અભ્યાસ માટે લેવી છે એજ્યુકેશન લોન, અહીં જાણો પ્રોસેસિંગ ફીથી લઇને વ્યાજ સુધીની તમામ વિગતો એક ક્લિકે

Bansari

સરદારનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ચોંકાવનારી વાતચીતનો થયો ખુલાસો

pratik shah

સાવધાન: જો તમને પણ આવા નંબર પરથી આવતા હોય કોલ તો ક્યારેય ન ઉઠાવતા, બેંક અકાઉન્ટ થઈ જશે ખાલી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!