હવે આ એપ્લિકેશનમાં તમે કોંગ્રસને તમારી તમામ સમસ્યાઓ જણાવી શકશો

કોંગ્રેસની અધૂરી લોકસરકારનું અમદાવાદમાં લોન્ચિંગ કરવામાં આવ્યુ છે. છેલ્લા 10 મહિના બાદ પણ કોગ્રેસે પુરુ આયોજન ન કરતા અંતે લોકસરકારની રચના કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા લોકસરકારની મોબાઈલ એપ લોન્ચ કરી કોંગ્રેસ સંતોષ માની રહી છે.

લોક સરકારના વિભાગ પ્રમાણે મંત્રી નિમવા અને એક વિભાગની પાંચ ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોમાં મંત્રી બનવા ખેંચતાણ પણ જોવા મળી હતી.

લોક સરકાર નામની આ એપમાં લોકો તેમની સમસ્યાઓ ઓનલાઇન રજિસ્ટર કરાવી શકશે. આ સમસ્યાઓના નિકાલ માટે કોંગ્રેસ સરકારમાં રજૂઆત કરશે. મહત્વનુ છે કે ઘણા સમય પહેલા કોંગ્રેસે શેડો મિનિસ્ટ્રી બનાવવાની જાહેરાત કરી હતી. જો કે અંદરો અંદરના વિખવાદ અને જુથવાદને કારણે આ યોજના ખોરંભે ચડી હતી. આખરે આજે વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા લોકસરકાર નામની એપ લોંચ કરવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter