ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે હવે આવી રાહતની ખબર, જાહેર થયું પેકેજ

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ બાદ મહારાષ્ટ્રમાં પણ ખેડૂતો માટે આંશિક ખૂશખબરી આવી. મહારાષ્ટ્ર સરકારે ડુંગળીના ખેડૂતો માટે 150 કરોડ રૂપિયાના રાહત પેકેડની જાહેરાત કરી. આ રાહત પેકેજથી સસ્તા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર બનેલા ખેડૂતોને રાહત મળશે. સરકાર દ્વારા એક નવેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન ડુંગળી વેચનારા ખેડૂતોને 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાહત તરીકે અપાશે. મહારાષ્ટ્ર સરકાર તરફથી મળનારૂ આ રાહત પેકેજ કુલ 75 લાખ મેટ્રીક ટન ડુંગળી પુરતુ હશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter