GSTV

દરેક રાજ્યોમાં એક જ ફોર્મેટમાં કરવામાં આવશે લાયસન્સ, તમારે શું કરવાનું? અહીં જાણો

driving licence process

Last Updated on March 8, 2019 by Alap Ramani

સામાન્ય માણસના જીવનને ‘પેપરલેસ’ બનાવવાની કવાયત હેઠળ સરકારે નક્કી કર્યું છે કે સમગ્ર દેશમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) કાગળ પર જાહેર નહીં કરવામાં આવે. સરકારે નક્કી કર્યું છે કે આ બંને દસ્તાવેજો હવે સમગ્ર દેશમાં એક સ્ટેડર્ડ ફોર્મેટ વાળા પ્લાસ્ટિક કાર્ડના રૂપમાં આપવામાં આવશે છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગુરૂવારે પોતાની તરફથી સૂચિત કરેલા નવા માપડંડોની જાણકારી આપી. મંત્રાલયની તરફથી જણાવવામાં આવ્યું છે કે રાજ્યોને આ બન્ને દસ્તાવેજો કાર્ડ ફોર્મેટમાં જાહેર કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. આ કાર્ડ પીવીસી અથવાતો પાલી કાર્બોનેટના બનેલા હશે.

આ માટે દરેક રાજ્યોને એક સ્ટેડર્ડ ફોર્મેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેનાથી આખા દેશમાં એક જ પ્રકારના ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં મંત્રાલયે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા ઈલેક્ટ્રોનિક રૂપમાં ઉપયોગ કરવાને માન્યતા આપવા માટે કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ-1989માં પણ સંબોધિત કર્યુ.

વિગતો કેવી રીતે દાખલ થશે, આ રાજ્ય નક્કી કરશે

કોન્દ્રીય મંત્રાલયે જણાવ્યા અનુસાર, રાજ્યોને એ વાતની છુટ આપવામાં આવી છે કે કાર્ડ ફોર્મેટ વાળા લાયસન્સ અને આરસીમાં તે વ્યક્તિના વાહનની વિગતો કઈ રીતે દાખલ કરવામાં આવે. એટીએમ કાર્ડની જેવું દેખાતુ આ કાર્ડ પણ ચિપ આધારિત સ્માર્ટ કાર્ડ હોઈ શકે છે અથવાતો તેમાં ક્યૂઆર કોડ જેવું કોન્ટેક્ટ-લેસ ફિચર પણ જોડાયેલું હોઈ શકે છે. તેનાથી સહેલાઈથી પરિવહન વિભાગના સારથી સોફ્ટવેટ સાથે જોડાઈને તે કાર્ડ પર દાખલ સુચનાઓની ચકાસણી કરવામાં આવી શકે છે.

Read Also

Related posts

બૉલીવુડની જાણીતી અભિનેત્રી ફારુખ જાફરનું નિધન, ઉમરાઉ જાનથી કરી હતી એક્ટિંગની શરૂઆત

Damini Patel

પોલીસની દાદાગીરી/ મફતમાં ફ્રૂટ ન આપતા નશામાં ધૂત પોલીસે સગર્ભાના પેટ પર લાત મારી, પોણા ત્રણ વર્ષે પોલીસે ગુનો નોંધ્યો

Pravin Makwana

ધર્માંતરણ કેસ/ ઉત્તર પ્રદેશમાં એટીએસ દ્વારા મોટો ઘટસ્ફોટ, આરોપીઓ અલકાયદાના સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!