GSTV
Gujarat Government Advertisement

હવે ફરિયાદ મળતા જ તાત્કાલિક પોલીસ કોઈ પણ જાતની તપાસ વગર એસસી-એસટી એક્ટ અંતર્ગત ધરપકડ કરી શકશે

Last Updated on February 10, 2020 by Mayur

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંશોધન એક્ટ-2018 ની કાયદેસરતાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા, કેન્દ્ર સરકારના સંશોધનને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે હવે કોઈ પણ ફરિયાદ મળ્યાં બાદ તાત્કાલિક એફઆઈઆર દાખલ થઈ શકશે. આ ઉપરાંત કોઈ પણ જાતની તપાસ વગર પોલીસ એસસી-એસટી એક્ટ અંતર્ગત ધરપકડ કરી શકે છે.

પુનર્વિચાર અરજી દાખલ કરી હતી

આ કાયદો એસસી-એસટી એકટ અંતર્ગત પકડાયેલા કોઈ પણ આરોપીને આગોતરા જામીન આપવાની જોગવાઈ પર રોક લગાવે છે. સુપ્રીમ કોર્ટે 20 માર્ચ, 2018માં પોતાના ચૂકાદામાં કહ્યું હતું એસસી-એસટી એક્ત અંતર્ગત કોઈ પણ જાતની તપાસ વગર ધરપકડ ન થઈ શકે, ત્યારે આ અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના બે જજની બેંચના આ ચૂકાદા પર અસહમતી વ્યક્ત કરતાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી.

કોણે કરી સુનાવણી ?

આ અંગે આજે જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ વિનીત સરણ અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની બેંચે અરજી પર સુનાવણી કરી હતી. એસસી-એસટી એક્ટ કાયદા 1989ના થઈ રહેલા દુરુપયોગને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ કાયદા અંતર્ગત મળનારી ફરિયાદ પર એફઆઈઆર અને ધરપકડ પર રોક લગાવી દીધી છે.

દેશભરમાં થયા હતા વિરોધ પ્રદર્શન

જે બાદ સંસદમાં સુપ્રીમ કોર્ટના આદેશમાં ફેરફારને લઈને કાયદામાં સંશોધન કરવામાં આવ્યું હતું, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. ખાસ કરીને દલિત વર્ગના લોકોએ અનેક જગ્યાએ બંધનું આહવાન કરી પ્રદર્શનો કર્યા હતા. જે બાદ સરકારે આ ચૂકાદામાં બદલાવનો નિર્ણય કર્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!