ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ મારફત અમુક માછીમારો અને ટૂર ઓપરેટરો દ્વારા પ્રતિબંધિત હાર્બર વિસ્તારમાં ટુરિસ્ટોને લઈ જઈને ‘ડોલ્ફિન દર્શન’ કરાવાતા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. આ મુદ્દે ઓખા મરીન પોલીસનાં આંખ મીચામણાથી પણ અનેક તર્ક વિતર્કો ઉઠયા છે.

ઓખા – બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસનાં સંચાલકો કમાણી કરવા પ્રતિબંધિત હાર્બર વિસ્તારમાં મુસાફરોને ડોલ્ફીન દર્શન કરાવવા ગેરકાયદે ટૂર પર લઈ જતાં હોવાની રાવ અવારનવાર ઉઠતી રહે છે. ગત ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩નાં મેરીટાઈમ બોર્ડ હાર્બર વિસ્તારમાં ફેરીબોટનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર પણ બહાર પાડયો હતો. પરંતુ બે દિવસ પહેલા ફરીથી એક ફેરીબોટ હાર્બર વિસ્તારમાં ઝડપાઈ હતી. ફેરી બોટ મુસાફરોને ડોલ્ફીન બતાવવા પ્રતિબંધિત વિસ્તારમાં ગયા પછી પોલીસની પેટ્રોલીંગ બોટે તેને ઝડપી લઈ બોટ સંચાલકને પોલીસ સ્ટેશને લઈ ગયા હતાં. પરંતુ આ અંગે કડક કાર્યવાહી નહીં કરાતા પોલીસની કામગીરી શંકાસ્પદ જણાઈ આવી છે.
ઉલ્લેખનીય છે કે બે માસ પૂર્વે જ ડોલ્ફિન જોવા હાર્બર વિસ્તારમાં મુસાફરો લઈ ગયેલ એક ફેરીબોટ માધદરીયે બંધ થઈ જતાં મુસાફરોનાં જીવ પડીકે બંધાયા હતાં. આ ઘટના પછી જ મેરીટાઈમ બોર્ડએ આ પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવ્યો હતો. મોરબી પુલ હોનારત જેવી કરણાંતિકા સર્જાય એ પહેલા આ મુદ્દે યોગ્ય પગલા લેવાય એ આવશ્યક છે. આ પ્રવૃત્તિ અટકાવવા જિલ્લા પોલીસવડા આ મુદ્દે તપાસની કમાન સંભાળી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.
સ્થાનિક લોકોએ આક્રોશ ઠાલવ્યો છે કે, બેટ દ્વારકા ખાતે ચાલતી કેમ્પ સાઈડો પર બહારથી આવતા ટુરીસ્ટોને ડોલ્ફિન વિઝીટના નામે હજારો રૃપિયા ખંખેરી હાર્બર વિસ્તારમાં ચાલી શકે તેવી બોટો ના હોવા છતાં ટુરીસ્ટોના જીવ સાથે ખીલવાડ થઈ રહ્યો છે. આવી બેદરકારીને કારણે કોઈ દિવસ મોટી દુર્ઘટના સર્જાશે તે વાત ચોક્કસ છે. વળી, મેરીટાઈમ બોર્ડ પણ માત્ર ૫૦૦ રૃા.નો દંડ તતા ૧૫ દિવસ માટે બોટનું લાયસન્સ સસ્પેન્ડ કરીને સંતોષમાની લેતું હોવાથી મુસાફરોનો જીવ જોખમમાં મૂકનાર બોટ સંચાલકો વિરૃધ્ધ કડક કાર્યવાહી ન કરતા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
READ ALSO
- BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત
- Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ
- Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ
- 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા
- સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ