GSTV
Home » News » હવે ફિંગર સ્પિનરોએ વિશિષ્ટ કરવાની જરૂર: હરભજન સિંહ

હવે ફિંગર સ્પિનરોએ વિશિષ્ટ કરવાની જરૂર: હરભજન સિંહ

દિગ્ગજ ઑફ સ્પિનર હરભજન સિંહનો અંદાજ છે કે રવિન્દ્ર જાડેજાના ઑલરાઉન્ડર કૌશલ્યને કારણે વર્લ્ડ કપની ટીમમાં તેમની પાસે સ્થાન બનાવવાની તક છે. પરંતુ ફક્ત ફિંગર સ્પિનર તરીકે ટીમમાં ટીમમાં સ્થાન જાળવવા માટે તેમને થોડો ફેરફાર કરવો પડશે. કલાઈના સ્પિનરો કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ છેલ્લા 18 મહિનામાં નાના ફોર્મેટ (વન-ડે અને ટી-20)માં ભારતના સર્વોચ્ચ સ્પિનર બની ગયા છે, જ્યારે જાડેજા અને અશ્વિન માટે ટીમમાં સ્થાન બનાવવુ કપરું સાબિત થયુ છે.

ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં જાડેજાને અંતિમ ઈલેવનમાં તક મળશે નહીં પરંતુ ભારત માટે 3 વર્લ્ડ કપ ટુર્નામેન્ટોમાં રમનારા હરભજનનુ માનવુ છે કે તેઓ વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવી શકે છે. હરભજને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘જો તમને યાદ હોય તો 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં બ્રિટનમાં હવામાન ગરમ અને ઉષ્માપૂર્ણ હતું. તેથી આ વખતે પણ હવામાન એવુ હશે તો જાડેજાનો ઉપયોગ એક પેકેજની જેમ કરી શકાય છે. જો વિરોધી ટીમમાં 5 અથવા 6 જમોણી બેટ્સમેન છે તો તેમને ટીમમાં રાખી શકાય છે. તેઓ છઠ્ઠા ક્રમાંકે બેટિંગ પણ કરી શકે છે, જ્યારે હાર્દિક પંડ્યા 7મા નંબરે. તેઓ ટીમના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર પણ છે.’

સૌથી શાનદાર લેજન્ડરી ઑફ સ્પિનર હરભજન સિંહનુ માનવુ છે કે કલાઈના સ્પિનરોની સરખામણીએ ફિંગર સ્પિનરો ઓછા આક્રમક સાબિત થાય છે. ટેસ્ટમાં 417 અને વન-ડેમાં 269 વિકેટ લેનાર 38 વર્ષીય આ બોલરે કહ્યું, ‘આ સમજવુ સરળ છે, કલાઈના સ્પિનરની પાસે 3 વિકલ્પ હોય છે. લેગ સ્પિન, ગુગલી અને ફ્લિપર. જો તમે ટૉપ સ્પિનર છો તો તમારી પાસે ચાર વિકલ્પ હશે.’

તેમણે કહ્યું, ‘ઑફ સ્પિનરની વાત કરીએ તો તમારી પાસે બીજો દમદાર વિકલ્પ નથી, તો સારો બેટ્સમેન તમારી બોલિંગનો અંદાજ લગાવી લેશે અને મોટા શૉટ રમી શકે છે. નાથન લિયોન ક્લાસિક્લ ઑફ સ્પિનર છે અને તેઓ વન-ડેમં સંઘર્ષ કરતા દેખાયા છે.’

આ બોલરે કહ્યું કે વિશ્વભરના બેટ્સમેનોને સ્પિન વિરુદ્ધ ખાસ કરીને કલાઈના સ્પિનરોની વિરુદ્ધ પ્રદર્શનમાં ઘટાડો આવ્યો છે. તેમણે કહ્યું, ‘સ્પિનરોને તેના હાથને જોઈને બોલનો અંદાજ લગાવવાનુ ચલણ ઓછુ થયુ છે. મોટાભાગના વિદેશી બેટ્સમેન આમ કરી શકતા નથી. જોકે, કુલદીપ અને ચહલે નિરંતર બોલિંગ કરી છે. લગભગ 40 મેચોમાં તમે તેમની પિચ મેપ જોશો તો જોવા મળશે કે તેમની લેંગ્થ બિલકુલ નિર્ણાયક હોય છે.’

READ ALSO

Related posts

રણબીર માટે આટલી ઘેલી છે આલિયા ભટ્ટ, સાથે કામ કરવા માટે પાર કરી નાંખી તમામ હદો

Bansari

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur

ભાજપના આ પ્રવક્તાએ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે…

Arohi