તાજેતરમાં જ ડેટા લીકને લઇને Facebook વિવાદો વચ્ચે ઘેરાયેલું રહ્યુ. હવે તેમાં એક નવું ફિચર લાવવામાં આવ્યું છે. હવે ફેસબુક પોતાના યુઝર્સ માટે પ્રિપેઇડ નંબર પર રિચાર્જ કરવાનું ઓપ્શન લઇને આવ્યું છે. આ ઓપ્શન બાદ ફેસબુક યુઝર પોતાના મોબાઇલ નંબર પર ફેસબુક એપ દ્વારા રિચાર્જ કરી શકે છે.
ફેસબુકનું આ નવું ફિચર એન્ડ્રોઇડ વર્ઝન 167.0.0.42.94 પર જોવામાં આવ્યું છે. તે ફક્ત ફેસબુક એપ પર જ ઉપલબ્ધ હશે. આ ફિચર માટે યુઝરે પોતાના ફોન પર ફેસબુક એપને અપડેટ કરવાની રહેશે. એન્ડ્રોઇડ યુઝર મોબાઇલ રિચાર્જનો ઓપ્શન એપના ટૉપ પર જમણી બાજુ જોઇ શકે છે. જો આ ઓપ્શન તમને ત્યાં જોવા ન મળે તો તમારે ‘See More’ ઓપ્શનમાં જવું પડશે.
તે પછી યુઝર ત્યાં મોબાઇલ ટૉપઅપના નામનું ઓપ્શન જોઇ શકશે. આ ઓપ્શન પર ક્લિક કરો. તેના પર ક્લિક કર્યા બાદ યુઝરે ત્યાં ટૉપ અપ નાઉ જોવા મળશે. તે પછી તમારે પોતાનો મોબાઇલ નંબર અને નેટવર્ક પ્રોવાઇડર પસંદ કરવાનો રહેશે.
તે પછી તમારે કયુ રિચાર્જ કરવાનું છે, તે વિશેની વિગતો આપવાની રહેશે. એકવાર ફરી પ્લાન સિલેક્ટ કર્યા બાદ તમારે તમારા કાર્ડની વિગતો ભરવાની રહેશે. સાથે જ એપ પોતાના યુઝર્સ પાસે ઓટીપી માંગશે, જે નાંખ્યા પછી જ તમારી રિચાર્જની પ્રક્રિયા પૂરી થઇ શકશે.