GSTV
Gujarat Government Advertisement

ગૃહિણીઓનું બજેટ ખોરવાશે : ડુંગળી અને લસણ બાદ આ વસ્તુમાં ઝીંકાયો 20 રૂપિયાનો ભાવ વધારો

Last Updated on December 22, 2019 by Mayur

ડુંગળી અને લસણના ભાવ વધ્યા પછી ખાદ્ય તેલના ભાવ પણ વધી રહ્યાં છે. ખાદ્ય તલ સાથે સંકળાયેલા સૂત્રોએ આ માહિતી આપી છે. એજન્સીના જણાવ્યા અનુસાર પામ ઓઇલની કીંમતોમાં પ્રતિ લિટરે 20 રૂપિયાનો વધારો થયો છે. આ વધારો 35 ટકાથી વધારે છે જે ખૂબ જ વધારે છે.

છેલ્લા બે મહિનામાં પામ ઓઇલની કીંમતોમાં થઇ રહેલા વધારાને કારણે તમામ પ્રકારના ખાદ્ય તેલોના ભાવ પણ વધી રહ્યા છે. ઓઇલ સીડ માર્કેટના નિષ્ણાત સલિલ જૈને સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે ખાદ્ય તેલોની કીંમતોમાં આ વધારો મોંઘી આયાતને કારણે થયો છે. વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય બજાર જેવા કે મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી જ પામ ઓઇલની આયાત મોંઘા ભાવે થઇ રહી છે. જેની અસર ભારતીય ખાદ્ય તેલના બજાર પડી છે.

સોલ્વેંટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના કાર્યકારી નિર્દેશક બી વી મહેતાએ જણાવ્યું છે કે હવે દેશન કૃષિ સેક્ટર પર જ આશા છે. ભારત વિશ્વમાં ખાદ્ય ઓઇલની આયાત કરનાર વિશ્વનો સૌથી મોટો દેશ છે. કમોસમી વરસાદને કારણે પાક નાશ થઇ જવાથી ખાદ્ય તેલના ભાવ સતત વધી રહ્યાં છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!