GSTV
India News ટોપ સ્ટોરી

સંઘ અને વીએચપીની કેન્દ્ર સરકારને ચેતાવણી : હવે મોદી મુકાઈ ગયા મુશ્કેલીમાં

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સંઘ અને વીએચપીએ કેન્દ્ર સરકારને ચેતાવણી આપી છે. સંઘની ચેતાવણી કેન્દ્રની મોદી સરકારની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. રવિવારે આયોજિત વીએચપીની એક રેલીમાં સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અમે ભીખ નથી માગી રહ્યા. જેથી સરકારે પોતાનો વાયદો પૂર્ણ કરવા કાયદો બનાવવો જોઈએ.

વાયદાને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે

સરકારે કાયદો નહીં લાવે તો મોદી સરકારને જનતાના ગુસ્સાનો ભોગ બનવું પડશે. સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ વધુમાં કહ્યુ કે, સરકારે રામ મંદિરનું નિર્માણ કરવા માટે ચૂંટણીમાં વાયદો કર્યો હતો. આ વાયદાને પૂર્ણ કરવાનો હવે સમય આવી ગયો છે.

જેથી સત્તામાં બેસેલા લોકોએ જનતાની જનભાવનાને સમજવી જોઈએ. રામ મંદિર બનાવવા માટે અમે કોઈ ભીખ નથી માગી રહ્યા. મહત્વપૂર્ણ છે કે, સંઘ બાદ વીએચપી પણ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવા માટે સરકાર પર દબાણ કરી રહી છે.

READ ALSO 

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV