GSTV

હવે ગધેડાના માલિકો પણ જશે હડતાલ પર : 50 ટકા સુધી ભાડુ વધારવા કરી ડિમાન્ડ, મહેનત ગધેડાની.. આવક માલિકોને

Last Updated on October 22, 2021 by GSTV Web Desk

યાત્રાધામ પાવાગઢ ખાતે પાવાગઢ માચીથી દુધિયા તળાવ થઇ માતાજીના મંદિર સુધી ધંધો કરતા વેપારીઓને જરૃરી માલસામાન ગધેડાઓ પર લાદી પહોંચાડવાના કામમાં આશરે ૪૫૦ થી ૫૦૦ ગધેડા વહેલી સવારે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી રોજેરોજ ડુંગર ઉપર પહોંચાડી રહ્યા છે.

આ કામગીરી સ્થાનિક વણઝારા અને હાલોલના કેટલાક રાણા સમાજના લોકો પોતાના ગધેડાઓ મારફતે વર્ષોથી કરાવી રહ્યા છે હવે આ માલસામાન ડુંગર પર ચઢવાનું ભાડુ ૫૦ ટકા વધારવા માટે આ ગધેડા માલિકો હડતાલનું શસ્ત્ર ઉગામી ઉપર પહોંચતો માલસામાન થંભાવી દેવા તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. ગધેડાઓની હડતાળ એ કદાચ પ્રથમવાર ઘટના બની રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. બરાબર દિવાળીના તહેવારો અને વેકેશનના સમયમાં વેપારીઓની સાથે યાત્રાળુઓને પણ બાનમાં લેવાના પ્રયાસરૃપે જો હડતાળ પાડવામાં આવશે તો પાવાગઢ ઉપર જીવનજરૃરરી ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાઇ જશે અને તેની સીધી અસરમાં યાત્રાળુઓને સહન કરવાનું આવશે.

પાવાગઢ પરની દુકાનોમાં માલ ચડાવવા વપરાતા ગધેડાના માલિકો વજન પ્રમાણે નહીં, પણ નંગ પ્રમાણે ભાડુ ઉઘરાવે છે. એક નંગ શ્રીફળના દોઢ રૃપિયાના દરે એક ફેરામાં ૬૦ નંગ ભરેલા એક એવા બે થેલા લઇ જવાય છે એટલે કમાણી રૃા.૧૮૦ થાય છે. હવે દિવસમાં આ રીતે ચાર ફેરા થાય તો એક ગધેડો એક દિવસના રૃા.૫૪૦ કમાય છે! જો માલિક ૧૫ ગધેડા ધરાવો હોય તો ૪થી ૫ કલાકમાં આ ગધેડાઓ દિવસના ૮૧૦૦ મતલબ કે મહિનામાં લાખ રૃપિયા કમાય છે. હવે આ ભાડામાં ગધેડાના માલિકો ૫૦ ટકા વધારો માગી રહ્યા હોઇ વેપારીઓમાં કચવાટ અને વિરોધ શરૃ થયો છે. સામાન્ય દિવસોમાં રોજના ચારેક ફેરા મારતા ગધેડાઓ પાસે આઠથી ૧૦ ફેરા મરાવવામાં આવે છે. એ પ્રમાણે તેઓ વધુ નાણા કમાવી આપે છે.

ક્યારેક ચૈત્રી નવરાત્રી ઉનાળુ વેકેશન આસો નવરાત્રી દિવાળી વેકેશનમાં યાત્રાળુઓની સંખ્યા વધતા ડુંગર ઉપર વેપારીઓના માલસામાન વધારે વેચાતા સ્વાભાવિક છે કે વધારે માલસામાન મંગાવાની જરૃર પડે ત્યારે આ ગધેડાઓની કામગીરી બેવડી થઇ જાય છે.

પાવાગઢના દુધિયા તળાવ સુધી જરૃરી માલસામાન લઇ જવાની ધીંગી મજુરી ચુકવાઇ રહી હોઇ તેની અસર ચીજવસ્તુઓના ભાવપર પડી રહી છે. ૨૦ રૃા.ની પાણીની બોટલ રૃા.૩૦ અને ૨૦ રૃા.નું શ્રીફળ રૃા.૩૦ના ભાવે વેચાઇ રહ્યા છે. હવે ૫૦ ટકા ભાડાવધારો થશો તો આ દર વધીને રૃા.૩૫ થી રૃા.૪૦ થઇ જશે.

Read Also

Related posts

ચિંતાની વાત / કોરોનાનો ભોગ બની રહ્યા છે નાના ભૂલકાઓ, ત્રીજી લહેરની પૂર્વઆગાહીઓ થઇ રહી છે સાચી

GSTV Web Desk

ઓનલાઇન પઝલ / સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો સાથે આ પ્રશ્ન, જવાબ આપવામાં તમે પણ ખાઈ જશો થાપ

GSTV Web Desk

વધુ એક સંકટ / હવે ઓમિક્રોનમાંથી ઉદ્ભવ્યો વધુ એક નવો વેરિઅન્ટ, સ્વાસ્થ્ય એજન્સીએ આપ્યા તપાસના તપાસ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!