હવે ડૉક્ટરોને બોગસ નામનો રોગ લાગ્યો હોય એવું લાગે છે, રાજકોટમાં ધડાધડ 8 પકડાઈ ગયાં

રાજય સરકારના આદેશ બાદ રાજકોટ શહેર અને જિલ્લા પોલીસે ઘોડા ડોક્ટરો પર ઘોંચ બોલાવી છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લા પોલિસે છેલ્લા 8 દિવસમાં 8 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે.

ડો.શ્યામની લીલા પકડાયા બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં બોગસ ડોકટર પકડવાનો સિલસિલો શરૂ થયો હોય તેમ એક પછી એક બોગસ ડોકટર ઝડપાઇ રહ્યા છે. જેમાં એક જ દિવસમાં રાજકોટ શહેરમાંથી 3 જ્યારે રાજકોટ જિલ્લાના જેતલસરમાંથી એક ડોકટર ઝડપાયા છે. જેમાં કુવાડવા પોલીસે બે બોગસ ડોકટર તેમજ જેમાં એક આણંદપરમાં જ્યારે બીજો નવાગામ ક્લીનીક ચલાવતૉ હતો.

આ બંન્ને પાસે કોઇપણ ડિગ્રી ન હોવા છતા તેઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો રાજકોટ પોલીસે પ્રકાશ વ્યાસ નામના બોગસ તબીબની ધરપકડ કરી છે. તે મનહરપુર ગામ ખાતે કોઈપણ ડીગ્રી વગર સારવાર આપતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તેની પાસેથી અલગ અલગ દવા , ઇન્જેક્શન , બોટેલ સહિત કુલ 5,300 નો મુદામાલ કબ્જે કર્યો છે.

તો જેતલસરમાંથી પણ વિમલ રામાણી નામનો વધુ એક બોગસ ડોકટર ઝડપાયો છે. જેની પાસેથી પોલીસે દવાઓનો જથ્થો કબજે કર્યો છે. નોંધનીય છે કે રાજકોટમાં શ્યામ રાજાણી સહિત કુલ 8 મુન્નાભાઇ ડોકટર ઝડપાયા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter