GSTV

facebook બાદ હવે Google Chromeમાં આવ્યુ ડાર્ક મોડ, અહીંયા જાણો વપરાશ કરવાની સંપૂર્ણ રીત

આ દિવસોમાં કોઈ પણ એપ અથવા સાઈટ માટે ડાર્ક મોડ વર્ઝન સૌથી વધારે પોપ્યુલર છે. એવામાં Google Chrome OS પર કથિત રીતે ડાર્ક મોડ સુવિધા આપવામાં આવી છે. જે આંખોના તણાવને ઓછો કરવા અને સામાન્ય અભ્યાસના કારણે વધુ માગમાં છે. Google ના એક્સપેરિમેંટલ કેનરી ચેલનમાં સ્પોટ કરવામાં આવેલ એન્ડ્રોયડ સેંટ્રલને જણાવ્યુ કે, ક્રોમાં ઓએસના કેનરી વર્ઝનમાં ક્રોમ ઓએસના ડાર્ક મોડનું એક એક્સપેરિમેંટલ વર્ઝન છે.

વ્યાપક રોલઆઉટને લઈને વિચાર

રિપોર્ટમાં રવિવારે કહેવામાં આવ્યુ છે કે, આ માત્ર Googleના ‘બ્લીડિંગ એજ’ બ્રાઉઝરના ડેવલપર મોડ થકી એક્સેસ કરવામાં આવી શકે છે, પરંતુ એવા સંકેત મળ્યા છે કે, તેના જલ્દી જ વ્યાપક રોલઆઉટને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે. વર્તમાનમાં ડાર્ક મોડ સેટિંગની અંદર કેટલાક બગ, જેને લઈને પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.

Google જીમેલ અને ગૂગલ કેલેન્ડર સહિત પોતાની ઘણી સેવાઓ માટે ડાર્ક મોડને રોલ આઉટ કર્યુ છે. તેથી આ ક્રોમ ઓએસ માટે પણ તેને રોલ આઉટ કરવાની તૈયારીમાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડાર્ક મોડ પણ ઓએસ માટે પણ વધુ માગમાં રહ્યા છે.

આ રીતે કરો એક્ટિવેટ

  • સૌ પ્રથમ ગૂગલ ક્રોમ ખોલો.
  • હવે તેમાં ઉપર સૌથી જમણી બાજુ ત્રણ ડોટ્સ દેખાશે, તેને ક્લિક કરો.
  • અહીંયા સેટિંગ પર ટેપ કરી Themes ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે અહીંયા ડાર્ક થીમને સિલેક્ટ કરો.
  • જો ડાર્ક મોડથી હટવુ છે તો લાઈટ થીમ પસંદ કરો.

READ ALSO

Related posts

મારાડોનાને વિદાય આપવા આવેલા હજારો ફેન્સ સાથે પોલીસની ઝપાઝપી, દિકરીઓએ આપી અંતિમ વિદાય

Karan

રોહિત શર્મા અંગે આખરે કોહલીએ મૌન તોડ્યું, શા માટે ટીમ સાથે આવ્યો નહીં તેનો આપ્યો જવાબ

Karan

ખેડૂત આંદોલનઃ દિલ્હીમાં 9 સ્ટેડિયમને અસ્થાઈ જેલ બનાવવાની તૈયારીમાં પોલિસ, માંગી પરમિશન

Karan
Do NOT follow this link or you will be banned from the site!