GSTV
Home » News » ‘ચડ્ડી’ શબ્દ હવે બની ગયો ઈન્ટરનેશનલ, Oxford ડિક્શનરીમાં આ હિંદી શબ્દોને મળી જગ્યા

‘ચડ્ડી’ શબ્દ હવે બની ગયો ઈન્ટરનેશનલ, Oxford ડિક્શનરીમાં આ હિંદી શબ્દોને મળી જગ્યા

chaddi in oxford

‘Where is ચડ્ડી’ સાંભળવામાં અટપટું લાગે પરંતુ જો કોઈ વિદેશીને તમે આવું બોલતા સાંભળો તો નવાઈ ન પામતા, કારણ કે આ એવો શબ્દ છે જેને ઓક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્શનરીમાં જગ્યા મળી ચૂકી છે.

લંડન અંગ્રેજીની ઓક્સફોર્ડે 2019ની માર્ચ એડિશનમાં હિન્દી શબ્દ ચડ્ડીને અંગ્રેજી શબ્દોના લિસ્ટમાં સામેલ કર્યો છે. તે ઉપરાંત, નવી અપડેટમાં દુનિયાભરના આશરે 650 નવા શબ્દોને સત્તાવાર રીતે અંગ્રેજી શબ્દોની યાદીમાં સામેલ કર્યા છે. આ અપડેટને રિલીઝ પણ કરી દેવાઈ છે.

ચડ્ડીને મળી ઓળખ

બ્રિટનમાં ચડ્ડી શબ્દને બ્રિટિશ ભારતીય અભિનેત્રી મીરા સ્યાલ અને સંજીવ ભાસ્કરના ‘ગુડનેસ ગ્રેશિયસ મી’ દ્વારા ઓળખ મળી હતી. આ શબ્દને ‘શોર્ટ ટ્રાઉઝર કે શોર્ટ્સ’ તરીકે વ્યાખ્યાયિત કરાયો હતો. જ્યારે કે તેનો અર્થ અંડરવેર કે અંડરપેન્ટ થાય છે.

આવું પહેલી વાર નથી કે જ્યારે કોઈ ભારતીય કે હિંદી શબ્દને ઓક્સફોર્ડે પોતાની ડિક્શનરીમાં જગ્યા આપી હોય. આ પહેલા પણ ઘણાં હિન્દી શબ્દોને જગ્યા મળી ચૂકી છે.

અત્યાર સુધી ઓક્સફોર્ડ ડિક્શનરીમાં આશરે 1000 ભારતીય શબ્દોને જોડવામાં આવ્યા છે. વર્ષ 2017માં ઓક્સફોર્ડે હિંદી વર્ડ ઓફ ધ યરની શરૂઆત થઈ હતી. વર્ષ 2017માં આધાર શબ્દને પસંદ કરાયો હતો. 2018માં જ નારી શક્તિને પણ પસંદ કરાયો હતો.

આ છે એ ભારતીય શબ્દો જેને ઓક્સફોર્ડ ડિક્શનરીમાં મળ્યું છે સ્થાન

બાપૂ

જુગાડ

નારી શક્તિ

આધાર

દાદાગીરી

ગુલાબજાંબુ

મિર્ચ મસાલા

ચમચા

બચ્ચા

અબ્બા

અન્ના

નાટક

ચૂપ

સૂર્ય નમસ્કાર

ઓક્સફોર્ડ ડિક્શનરીમાં માત્ર હિંદી જ નહીં, પરંતુ ભારતીય ભાષાઓમાંથી ઉર્દૂ, તમિલ, તેલુગૂ અને ગુજરાતીના શબ્દો પણ જોડવામાં આવ્યા છે.

Related posts

Video : એક ફિલ્મ ફ્લોપ શું થઇ આમિર ખાનના આવ્યાં આવા દિવસો, ઇકોનામી ક્લાસમાં કરી રહ્યો છે ટ્રાવેલ!

Bansari

ભાગવત-યોગી-કેજરીવાલને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી

Mansi Patel

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે પાટીદાર સંસ્થાનો ટેકો લેવાશે: દિનેશ બાંભણીયાએ પત્ર લખી જાહેર કરી આ વાતો

Riyaz Parmar