GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અરે વાહ! હવે WhatsAppથી થઈ શકશે ગેસ સિલીન્ડર બુક, અહીં જાણો ડિટેલ

લોકો હાઈટેક થવાની સાથે જ હવે કંપનીઓએ પોતાના ગ્રાહકોને નજીક રાખવા માટે કોઈ કસર છોડી રહી નથી. ટ્રાવેલ પોર્ટલ અને હોમ અપ્લાયન્સ કંપનીઓ દ્વારા WhatsApp પર સેવાઓ પુરી પાડવા વિશે સાંભળ્યુ હશે. હવે આ લાઈનમાં ગેસ સિલીન્ડર કંપનીઓ પણ આવી ગઈ છે. દોસ્તો અને ઘરના લોકોની સાથે ચેટિંગ કરતાં હવે તમે તમારા ઘર માટે ગેસ સિલીન્ડર WhatsApp દ્વારા બુક કરાવી શકો છો.

ભારત પેટ્રોલિયમે શરૂ કર્યુ WhatsApp બુકિંગ

દેશની બીજી સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ભારત પેટ્રોલિયમ (BPCL) એ ગેસ ગ્રાહકો માટે નવી સુવિધા શરૂ કરી છે. હવે તમે WhatsApp દ્વારા પણ ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. દેશભરમાં WhatsApp પર ગેસ સિલિન્ડર બુક કરવાની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. ભારત પેટ્રોલિયમ દેશભરમાં 71 મિલિયનથી વધુ ગેસ ગ્રાહકો ધરાવે છે. ગેસ વિતરણના કિસ્સામાં, ભારત પેટ્રોલિયમ ઈન્ડિયન ઓઇલ પછીની બીજી મોટી કંપની છે.

કેવી રીતે તમારું સિલિન્ડર બુક કરાવશો

ભારત ગેસના જણાવ્યા મુજબ, એલપીજી ગ્રાહકો તેમના ગેસ સિલિન્ડરને વોટ્સએપ નંબર 1800224344 પર બુક કરાવી શકે છે. ધ્યાનમાં રાખોકે, આ WhatsApp નંબર પર ફક્ત એજ ફોન નંબર પરથી બુકિંગ થઈ શકશે જેને તમે ગેસ એજન્સીમાં રજીસ્ટર્ડ કરાવ્યો છે. વોટ્સએપ પર સિલિન્ડર બુક કર્યા પછી, ગ્રાહકના ફોન નંબર પર એક મેસેજ મોકલવામાં આવશે, જેમાં બુકિંગ નંબર દાખલ કરવામાં આવશે. આ મેસેજમાં,ગેસ સિલિન્ડરની ઓનલાઇન ચુકવણી કરવાની લિંક પણ હશે. આ લિંક પર, ગ્રાહકો ડેબિટ, ક્રેડિટ, યુપીઆઈ અથવા અન્ય ઓનલાઇન ચુકવણી પ્લેટફોર્મ પરથી સિલિન્ડરની કિંમત ચૂકવી શકે છે.

READ ALSO

Related posts

700+ની ક્લબમાં પહોંચ્યો લિયોનલ મેસ્સી, હવે પેલેના આ રેકોર્ડથી ફક્ત 13 ગોલ દૂર

Harshad Patel

સાઉથ ચાઈના સીમા ચીન સામે હવે અમેરિકાની નેવીનો યુદ્ધ અભ્યાસ, બે જંગી એરક્રાફ્ટ કેરિયર ઉતાર્યા

Harshad Patel

શ્રુતિ હસનને સલૂનમાં જવું ક્યારેય પસંદ નથી,ફોટો શેર કરીને જણાવ્યુ કારણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!