GSTV
Home » News » સોનાના ઘરેણાની માફક હવે પીવાના પાણી માટે પણ આવશે BIS નિયમ, સરકારે કરી છે આ તૈયારી

સોનાના ઘરેણાની માફક હવે પીવાના પાણી માટે પણ આવશે BIS નિયમ, સરકારે કરી છે આ તૈયારી

કેન્દ્ર સરકાર પીવાના પાણી માટે નવો નિયમ લાવવા જઇ રહી છે. કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર રામ વિલાસ પાસવાને જણાવ્યું કે રાજ્ય સરકારે લોકોને પાઇપલાઇનથી પૂરા પાડવામાં આવતાં પીવાના પાણી માટે બીઆઇએસ માનક ફરજિયાત બનાવવા પર સહમત થઇ ગઇ છે.

તેણે કહ્યું કે તેનાથી લોકોને સુરક્ષિત અને સારી ગુણવત્તાવાળુ પાણી ઉપલબ્ધ થશે. આ સમયે પાઇપથી પૂરા પાડવામાં આવતાં પીવાના પાણી માટે બીઆઇએસ માનક અપનાવવું સ્વૈચ્છિક છે. કેન્દ્ર તેને ફરજિયાત બનાવવા અંગે વિચારી રહી છે અને તેના માટે કન્ઝ્યુમર્સ અફેર્સ મિનિસ્ટ્રીએ આ અંગે જળ શક્તિ મંત્રાલયને પત્ર લખ્યો છે.

BISના પાણીને લઇને આ છે વર્તમાન નિયમો

બીઆઇએસ એટલે કે બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અનુસાર, ભારતમાં પાણીની ગુણવત્તા બીઆઇએસ-10500 અંતર્ગત માપવામાં આવે છે. બીઆઇએસે ડ્રિંકિંગ વૉટર અને પેકેજ્ડ ડ્રિંકિંગ વૉટરના માનકો માટે નિયમો બનાવ્યા છે.

તે અનુસાર પાણીમાં ટીડીએસની માત્રા 0 થી 500 પીપીએમ (પાર્ટ્સ પ્રતિ મિલિયન) હોવી જોઇએ. સાથે જ પીએચ લેવલ 6.5થી 7.5 વચ્ચે હોવો જોઇએ. તેનાથી વધુ હોવા પર તે નુકસાનકારક છે.

બીઆઇએસ અનુસાર, પાણીમં કુલ 82 પ્રકારની અશુદ્ધિઓની તપાસ થવી જોઇએ. ડબલ્યૂએચઓ અનુસાર પાણીમાં 300થી 400 પ્રકારના કેમિકલ્સ અશુદ્ધિઓ રૂપે હાજર હોઇ શકે છે.જો કે ભારતમાં બીઆઇએસ માનક અનુસાર તેની સંખ્યા ઓછી જણાવવામાં આવી ચે.

માર્કેટમાં પાણીનો ટીડીએસ માપવા માટે એક મશીન આવે છે. તેને ડિજિટલ મીટર કહેવામાં આવે છે. આ મીટર 600થી 1500 રૂપિયાનું આવે છે. જો કે તેનાથી ફક્ત ટીડીએસ જાણી શકાય છે. આવું જ અન્ય શહેરોની પાણી સપ્લાય કરતી સરકારી એજન્સી કરે છે.

પીવાના પાણી માટે આવશે BISના નવા નિયમો

ભારતીય માનક બ્યૂરો દ્વારા પીવાના પાણી પર કરવામાં આવેલા પરીક્ષણો વચ્ચે આ પ્રસ્તાવ સામે આવ્યો છે. આ પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે પાઇપલાઇનથી પૂરા પાડવામાં આવતાં પાણીની ગુણવત્તા મુંબઇમાં માનકના અનુરૂપ હતી જ્યારે દિલ્હી સહિત અનેક રાજ્યોની રાજધાનીઓમાં પાણીની ગુણવત્તા ખરાબ હતી.

પાસવાને કહ્યું, રાજ્ય સરકારો સાથે વિસ્તારથી ચર્ચા કરી. તેમણે કહ્યું કે તે બીઆઇએસ માનકોનું પાલન કરે છે અને ત્યાં સુધી કે દિલ્હી વૉટર બોર્ડે પણ કહ્યું કે તે બીઆઇએસ માનકોનું પાલન કરે છે.

ચર્ચા બાદ બીઆઇએસ માનક ફરજિયાત બનાવવા વિશે એક અભિપ્રાય બનાવી લીધો. દિલ્હી વૉટર બોર્ડે કહ્યું કે તેને આ વાત પર કોઇ વાંધો નથી.

તેણે કહ્યું કે આ અંગે રાજ્યોની સરકારો સાથે ચર્ચા એક-બે મહિના બાદ થશે. પાણીની ગુણવત્તાની તપાસ કરાવા માટે બીઆઇએસ પરીક્ષણના બે ચરણ આયોજિત કર્યા છે અને સેમ્પલ અને પરીક્ષણના અન્ય બે દોર ચલાવવાની યોજના બનાવી છે.

પ્રથમ ચરણમાં દિલ્હીના 11 વિવિધ સ્થળોથી પીવાના પાણીના નમૂના લેવામાં આવ્યાં હતાં અને બીજા ચરણમાં 20 રાજ્યોની રાજધાનીઓમાં 10 સ્થળોમાંથી 10 નમૂના લેવામાં આવ્યાં હતાં.

પાસવાને 16 નવેમ્બરે, બીઆઇએસ અધ્યયનના બીજા ચરણને જારી કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે કલકત્તા અને ચેન્નઇ સાથે દિલ્હીના પીવાના પાણીના 11 ગુણવત્તા માનકોમાંથી આશરે 10 પર નમૂના નિષ્ફળ સાબિત થયા છે.

ત્રીજા ચરણમાં પૂર્વોત્તર રાજ્યોની રાજધાની અને 100 સ્માર્ટ સીટીમાં પાઇપથી પૂરા પાડવામાં આવતા પીવાના પાણીના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવશે અને તેના પરિણામ 15 જાન્યારી 2020 સુધી આવશે તેવી આશા છે.

ચોથા ચરણમાં દેશના તમામ જિલ્લા મુખ્યાલયોથી નમૂનાનું પરીક્ષણ કરવાનો પ્રસ્તાવ છે અને પરિણામ 15 ઓગસ્ટ સુધી આવશે તેની આશા છે.

Read Also

Related posts

ના હોય! Burger Kingએ બ્રિટનના પ્રિન્સને આપી દીધી ‘પાર્ટ ટાઈમ’ નોકરીની ઓફર, જાણો શું છે કારણ?

Arohi

ચાલતા જવા માટે Uber આપશે પાર્ટનરની સુવિધા, કિંમત જાણી આવી જશે ચક્કર….

NIsha Patel

વિદ્યાર્થીઓ થઈ જાઓ ટેન્શન ફ્રી, આ એપ થકી સેકન્ડોમાં કરી શકશો ગણિતના કોઈપણ પ્રશ્નનું સમાધાન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!