GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

બિલ ગેટ્સને પાછળ છોડીને બીજા સૌથી મોટા પૈસાદાર બન્યા બર્નાર્ડ અરનૉલ્ટ, નેટવર્થ 7.45 લાખ કરોડ રૂપિયા

હવે દુનિયાનાં સૌથી વધુ પૈસાદાર બિલ ગેટ્સ નહી પરંતુ બર્નાર્ડ અરનૉલ્ટ બની ગયા છે. લક્ઝરી ગુડ્સ કંપની એલવીએમએચના ચેરમેન બર્નાર્ડની નેટવર્થ 7.45 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલગેટ્સ હવે પૈસાદારોના મામલામાં ત્રીજા સ્થાને આવી ગયા છે. બર્નાર્ડની કંપની એલવીએમએચના શેરમાં 1.38 ટકાનો વધારો આવવાને કારણે તેમની નેટવર્થ 108 અબજ ડોલર (7.45 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે.

જ્યારે બિલ ગેટ્સની નેટવર્થ 107 અબજ ડોલર (7.38 લાખ કરોડ રૂપિયા) છે. ગેટ્સ બ્લૂમબર્ગ બલિયોનેર ઈન્ડેક્સમાં સાત વર્ષમાં પહેલીવાર ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. તેમાં સામેલ 500 પૈસાદારોની નેટવર્થ દરરોજ અમેરિકન શેરમાર્કેટ બંધ થયા બાદ અપડેટ કરવામાં આવે છે. ઈન્ડેક્સ મુજબ આવર્ષે બર્નાર્ડની નેટવર્થમાં સૌથી વધારે 39 અબજ ડોલર (2.69 લાખ કરોડ રૂપિયા)નો વધારો નોંધાયો છે. બર્નાર્ડની નેટવર્થ ફ્રાંસની જીડીપીના 3 ટકા બરાબર છે. ગયા મહિને સેંટીબિલેનિયર કેંપમાં સામેલ થયા છે. જેમાં દુનિયાનાં ફક્ત ત્રણ વ્યક્તિ જ છે. જેફ બેસોઝ, બિલ ગેટ્સ અને બર્નાર્ડ અરનોલ્ટ.

બર્નાર્ડ પાસે કેટલાં શેર છે?

બર્નાર્ડની પાસે એલવીએમએચ કંપનીનાં લગભગ 50 ટકા અને ફેશન હાઉસ ક્રિશ્વિયન ડાયરનાં લગભગ 97 ટકા શેર છે. ફ્રાંસના નોટ્રે ડેમ કેથેડ્રલ ચર્ચને આગ લાગવાના કારણે ઘણું નુકસાન થયુ હતુ. જેમાં બર્નાર્ડ અને તેમના પરિવારે 65 કરોડ ડોલર આપ્યા હતા. જ્યારે બિલ ગેટ્સ અત્યાર સુધીમાં 35 અબજ ડોલરથી વધુનું દાન આપી ચૂક્યા છે. તો અમેઝોનનાં સીઈઓ જેફ બેસોઝ તેમની પત્નીને ડાયવોર્સમાં સેટલમેન્ટ તરીકે 36.5 અબજ ડોલરના શેર આપ્યા છતાં પણ પૈસાદારોની સૂચીમાં પ્રથમ સ્થાને છે.

READ ALSO

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!