હવે બધા દેશોની હોકી જોઈ શકાશે લાઈવ, HIFએ લીધો આ મોટો નિર્ણય

હોકી સાથે વિશ્વને કનેક્ટ કરવા માટે અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હોકીનું વિશ્વભરમાં પ્રસારણ કરવા માટે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે જાન્યુઆરી 2019માં ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) લાઇવ શરૂ કરવાનું વિચારે છે. જ્યાં એક જ પડદે તમે બધી મેચ જોઈ શકશો.

FIHનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર થિયરે વિલે કહ્યું કે “અમે 10 જાન્યુઆરી, 2019માં આ લાઈવ લોન્ચ કરવાનું વિચારી રહ્યાં છીએ જેથી કરીને કોચ, ખેલાડીઓ અને તેનાં પરિવારો, મિત્રો અને ચાહકોમાં ઉમેરો થાય. આ હેઠળ, તમામ 137 સભ્ય દેશોમાં રમાયેલી બધી પ્રકારની હોકી મેચો એફઆઈએચ લાઈવ પર અપલોડ કરવામાં આવશે જેથી કરીને વધુ દર્શકો તેને જોઈ શકે. અને જોડાઈ શકે ‘

તેમણે જણાવ્યું હતું કે, “અત્યારે એફઆઇએચ ફેસબુક, ટ્વિટર, યુ ટ્યુબ જેવા ઘણા મીડિયા પર છે, પરંતુ પ્રસારણ માટે પ્લેટફોર્મ માટે એફઆઇએચ લાઈવ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે બધા સભ્ય દેશોને જોડાવા માટે અપીલ કરી છે. આમાં રોડ પર રમાતી મેચોનો પણ સમાવેશ થાય છે. તેમજ કહ્યું કે મેચ ચેનલ પર સીધું પ્રસારણ નહીં કરી શકે તેના બદલે તેઓ અમુક સમય પછી કરી શકશે અથવા તેના અમુક ભાગ પ્રસારિત કરવામાં આવશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter