GSTV
Home » News » કોર્ટનો સમય પૂર્ણ થઈ જતા હવે અહેમદ પટેલનું નિવેદન આવતીકાલે લેવાશે

કોર્ટનો સમય પૂર્ણ થઈ જતા હવે અહેમદ પટેલનું નિવેદન આવતીકાલે લેવાશે

રાજ્યસભામાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજી મુદ્દે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં અહેમદ પટેલનું હાઈકોર્ટમાં નિવેદન લેવાયુ. જોકે કોર્ટનો સમય પુરો થતા આવતીકાલે ફરીથી નિવેદન લેવાશે. આ કેસમાં અહેમદ પટેલ તરફે સિનિયર વકીલ તરીકે પી. ચિદમ્બરમ પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.

તો બળવંતસિંહ તરફથી સત્યપાલ જૈન હાજર રહ્યા. કોર્ટરૂમમાં ચાલુ દલીલો દરમ્યાન પી. ચિદમ્બરમનો ફોન રણકતા તેમણે જસ્ટિસ સમક્ષ માફી માંગીને ફોન સ્વીચ ઓફ કર્યો હતો..અરજદારના વકીલે અહેમદ પટેલને અહેમદ પટેલે પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને નકાર્યા છે..કોર્ટરૂમમાં અહેમદ પટેલને ઉમેદવારી પત્રક, અને તેમની સાથેના પર્સનલ વ્યક્તિઓ અને નોટિસ ક્યારે અને કેવી રીતે મળી તે અંગે સવાલો પુછાયા હતા.

ગુજરાત હાઈકોર્ટમાં કોંગ્રેસના બે રાષ્ટ્રીય નેતાઓની સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર, શકિતસિંહ ગોહિલ હાજર રહ્યા હતા.. આ કેસમાં બળવંતસિંહ વતી તમામ સાક્ષીઓની જુબાની પૂર્ણ થઇ છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur

દિલ્હીમાંથી રૂ. ૬૦૦ કરોડનું ૧૫૦ કિલો હેરોઇન જપ્ત : પાંચની ધરપકડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!