GSTV
Home » News » હવે ફરીથી કપિલનાં ‘શો’માં ‘એસે કોન મારતા હે ભઈ’ સંભળાવાની પૂરેપૂરી શક્યતા, ડૉક્ટર ઈસ બેક…

હવે ફરીથી કપિલનાં ‘શો’માં ‘એસે કોન મારતા હે ભઈ’ સંભળાવાની પૂરેપૂરી શક્યતા, ડૉક્ટર ઈસ બેક…

એવી ખબર આવી છે કે, સલમાન ખાનને કારણે કપિલની સાથે સુનીલ ગ્રોવર ‘ધ કપિલ શર્મા શો’ની સેકેન્ડ સિઝનમાં દેખાશે. કોમેડી કિંગ કપિલ શર્માનાં સૌથી ખાસ સાથી સુનીલ ગ્રોવર સ્ટાર પ્લસનાં શો ‘કાનપુર વાલે ખુરાનાઝ’થી ટીવી પર કમબેક કરી ચુક્યો છે. ગત વર્ષે માર્ચ મહિનાનાં અંતમાં ફ્લાઇટમાં થયેલી લડાઇ બાદ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર અલગ થઇ ગયા હતાં. બંનેનાં ફેન્સ તેમને સાથે જોવા માટે તલપાપડ છે. એવામાં એવી ખબર આવી છે કે, સલમાન ખાનને કારણે કપિલની સાથે સુનીલ ગ્રોવર ‘ધ કપિલ શર્મા શો’ની સેકેન્ડ સિઝનમાં દેખાશે.

પરંતુ કપિલનો શો સુનીલ વગર જ ઓનએર થયો. સુનીલના શોનું કંપેરિઝન અત્યારથી કપિલ સાથે થવા લાગ્યું. એક તરફ કપિલ શર્માનાં શોને ચાહકો તરફથી વાહવાહી મળી રહી છે. આ શો સતત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. એક ઇન્ટરવ્યુંમાં સિદ્ધુએ કહ્યું કે, કપિલને તે તેમનો દીકરો માને છે. અને તે તેનાં માટે કંઇ પણ કરી શકે છે. તેણે કહ્યું કે, કપિલ ખરાબ સમયમાંથી પસાર થયો છે. જ્યારે તેને કપિલ અને સુનીલનાં ઝઘડાં અને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, બંને તેમનાં ખુબજ નિકટ છે. તે આ બંનેને સાથે જોવા માંગે છે.

સુનીલ કપિલનાં શો પર પરત આવશે કે કેમ તે પ્રશ્નનો જવાબ આપતાં સિદ્ધુએ કહ્યું કે, સુનીલને જાતે આ વાતનો અહેસાસ થશે. અને જ્યારે આમ થશે ત્યારે તે અને કપિલ તેનો ખુલા દિલે સ્વાગત કરશે. એટલું જ નહીં આ વખતે સુનીલને વધુ ઇજ્જત આપવામાં આવશે. તેમણે કહ્યું કે, બંને તેમનાં દિલની ખુબજ નજીક છે. તે હમેશાં ઇચ્છે છે કે તેઓ ફરી એક થઇ જાય. નવજોત સિંહ સિદ્ધુની વાતોથી તો આ જ અંદાજ લગાવવામાં આવે છે કે સુનીલ અને કપિલ ટૂંક સમયમાં સાથે આવે તો નવાઇ નહીં.

READ ALSO

Related posts

ફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે વૈશ્વિક વેપાર થઈ શકશે!

Arohi

ચોમાસાની શરૂઆત સાથે સિંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો, ક્લિક કરી જાણો નવા ડબ્બાનો ભાવ

Dharika Jansari

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોદી સરકાર લાવી ‘ક્રાંતિકારી’ બદલાવ, લાખો લોકોને થશે ફાયદો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!