GSTV
Home » News » મોદી સરકાર માટે વધુ એક ખરાબ સમાચાર, ફુગાવો ત્રણ વર્ષની ટોચે, ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત ત્રીજા મહિને ઘટાડો

મોદી સરકાર માટે વધુ એક ખરાબ સમાચાર, ફુગાવો ત્રણ વર્ષની ટોચે, ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત ત્રીજા મહિને ઘટાડો

ખાદ્ય વસ્તુઓના ઉંચા ભાવને કારણે નવેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને ૫.૫૪ ટકા થઇ ગયો છે જે ત્રણ વર્ષની ઉંચી સપાટી દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર, ૨૦૧૯માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો ૪.૬૨ ટકા હતો. જ્યારે નવેમ્બર, ૨૦૧૮માં ૨.૩૩ ટકા હતો.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો વધીને ૧૦.૦૧ ટકાએ પહોંચી ગયો છ. જે ઓક્ટોબર, ૨૦૧૯માં ૭.૮૯ ટકા હતો જ્યારે નવેમ્બર, ૨૦૧૮માં માઇનસ ૨.૬૧ ટકા હતો. આ અગાઉ જુલાઇ, ૨૦૧૬માં સીપીઆઇ આધારિત રિટેલ ફુગાવો ૬.૦૭ ટકા હતો. સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ફુગાવો ચાર ટકાની રેન્જમાં જાળવી રાખવાના નિર્દેશ આપ્યા છે. જેમાં બે ટકાની વઘઘટ થઇ શક છે.

આર્થિક મોરચે સરકારને વધુ એક આંચકો લાગ્યો છે. સતત ત્રીજા મહિને ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓક્ટોબરમાં આઇઆઇપી આધારિત ઔદ્યોગિક ઉત્પાદનમાં ૩.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર, ૨૦૧૯માં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૪.૩ ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે ઓગસ્ટ, ૨૦૧૯માં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧.૪ ટકાનો ઘટાડો થયો છે. જો કે જુલાઇ, ૨૦૧૯માં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૪.૯ ટકાના વધારો થયો હતો.

ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન(આઇઆઇપી) આધારિત ગણાતું ઔદ્યોગિક ઉત્પાદનમાં ઓક્ટોબર, ૨૦૧૮માં ૮.૪ ટકાનો વધારો જોવા મળ્યો હતો. એપ્રિલથી ઓક્ટોબર, ૨૦૧૯ સુધીના સાત મહિનાની વાત કરવામાં આવે તો આઇઆઇપી આધારિત ઔૈદ્યોગિક ઉત્પાદનમાં માત્ર ૦.૫ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષના સમાન ગાળામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૫.૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઓક્ટોબર મહિનામાં મેન્યુફેકચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં ૨.૧ ટકાનો ઘટાડોનો નોંધાયો છે. જે ગયા વર્ષે સમાન ગાળામાં ૮.૨ ટકા હતો.

READ ALSO

Related posts

પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતી અમૂલ્યા પર રાજદ્રોહનો કેસ દાખલ

Pravin Makwana

આખરે છે શું આ ! ટ્રમ્પ પોતાની સાથે લાવી રહ્યા છે દુનિયાનું સૌથી શક્તિશાળી બ્રિફકેસ !

Pravin Makwana

ઓવૈસીના મંચ પર અચાનક ધસી આવેલી યુવતીએ ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!