એક નવા સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ લોકોના મગજમાં તેમના નાક વાટે પ્રવેશી શકે છે. સ્ટડીના તારણોની મદદથી હવે કોવિડ-19 રોગ દરમિયાન દર્દીઓમાં ‘ન્યુરોલોજીકલ’ લક્ષણો કેમ ઉભરી રહ્યા છે અને તેમની સારવાર કેવી રીતે કરવી તે પણ જાણી શકાય છે.
કોરોના વાયરસ ચેતાતંત્રને પણ અસર કરે છે

‘નેચર ન્યુરોસાયન્સ’ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, સાર્સ-સીઓવી -2 શ્વસનતંત્રને જ નહીં પરંતુ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને પણ અસર કરે છે જેમ કે વિવિધ ‘ન્યુરોલોજીકલ’ લક્ષણો જેવા કે સુંઘવા અને સ્વાદ પારખવાની શક્તિમાં ઘટાડો થવો, માથાનો દુખાવો, થાક અને ચક્કર આવવા વગેરે જોવા મળે છે. તેમ છતાં, તાજેતરના સ્ટડીમાં મગજમાં વાયરલ ‘આરએનએ’ અને ‘સેરેબ્રોસ્પાઇનલ ફ્લૂઇડ’ ની હાજરીનો ઉલ્લેખ કરાયો છે, તે વાયરસ ક્યાંથી પ્રવેશ કરે છે અને તે કેવી રીતે ફેલાય છે તે સ્પષ્ટ નથી.
ગળાનાં ઉપરનાં ભાગથી નાક સુધીનો ટેસ્ટ

જર્મનીની ચારિટે યુનિવર્સિટીના સંશોધકોએ શ્વસન માર્ગ (ગળાના ઉપરના ભાગથી નાક સુધી) નું પરીક્ષણ કર્યું હતું. આ સ્ટડીમાં કોવિડ-19થી અવસાન પામેલા 33 દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાં 11 મહિલા અને 22 પુરુષ હતા.
તેમણે જણાવ્યું કે મૃત્યુ પામનારાઓની સરેરાશ ઉંમર 71.6 વર્ષ હતી. બીજી તરફ, કોવિડ -19 ના લક્ષણો જણાવાથી લઈને મૃત્યુ સુધીનો સરેરાશ સમય 31 દિવસ રહ્યો છે. સંશોધનકારો કહે છે કે તેમને મગજ અને શ્વસન માર્ગમાં સાર્સ-સીઓવી-2 આરએનએ (વાયરસનું જેનેટિક મેટેરિયલ) અને પ્રોટીન મળી આવ્યા છે.
Read Also
- વાહનની કિંમત અને વીમા પ્રીમિયમ માટે આપવા પડી શકે છે બે ચેક
- ભાજપ ઇલેકશન મોડમાં: રામ જન્મભૂમિમાં દાન આપનારને મળશે તક, ટીકીટ વાંચ્છુઓના ધાડેધાડાં જોઇને અટપટાં નિયમો ઘડયાં
- LAC પર તણાવની સ્થિતિ સ્થિર, ભારત અને ચીન વચ્ચે 9માં રાઉન્ડની વાત 15 કલાક ચાલી
- REALME C20 સ્માર્ટફોન લોંચ, મળશે મીડિયાટેક હીલીયો G35પ્રોસેસર
- કોર્પોરેશન ચૂંટણી/ લાયકાતના પેરામિટર્સ વધુને વધુ થયા સખ્ત, કોર્પોરેટર રહી ચૂકેલા ભાજપી નેતાઓને ટિકીટથી હાથ ધોવા પડે તેવી સ્થિતી