GSTV

US ઓપનમાં થયેલી ભૂલોને લઈને જોકોવિચને પસ્તાવો, ઘટનાને જણાવી દુર્ભાગ્યપૂર્ણ

સર્બિયાના નોવાક યોકોવિચે આ વર્ષે યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં ભૂલથી લાઇન જજને બોલ ફટકારી દીધો હતો અઇને જજને ગળા પર બોલ વાગ્યો હતો. આ ઘટનાને પરિણામે યોકોવિચને મેચમાંથી હાંકી કઢાયો હતો અને તેના હરીફ પાબલોને વિજેતા જાહેર કરાયો હતો. આમ થતાં સળંગ 29 મેચ જીત્યા બાદ યોકોવિચની વિજયકૂચ અટકી ગઈ હતી. આમ તે રેકોર્ડથી વંચિત રહી ગયો હતો.

નવ દિવસ અગાઉની આ ઘટનાને પગલે નોવાક યોકોવિચ તેના કરિયરના 18મા ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીતવાની રેસમાંથી પણ દૂર થઈ ગયો હતો. યોકોવિચને આ અંગે હવે પસ્તાવો થઈ રહ્યો છે. ઇટાલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટ રમવા માટે આવેલા યોકોવિચે જણાવ્યું હતું કે આ ઇવેન્ટ માટે હું માત્ર શારિરીક નહીં પરંતુ માનસિક રીતે પણ તૈયાર થઈ રહ્યો છું.

તેણે જણાવ્યું હતું કે હું કોર્ટ પર અને ટેનિસ કોર્ટની બહાર સારા વ્યક્તિ બનવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું લાગણીશીલ વ્યક્તિ છું અને હંમેશાં આ પ્રકારનો જ રહ્યો છું. ન્યૂયોર્કની ઘટનાને હું મારા જીવનમાં એક ઉદાહરણ તરીકે લઇશ અને મને તેમાંથી ઘણું શીખવા મળ્યું છે.  યુએસ ઓપન દરમિયાન જે કાંઈ બન્યું તે કમનસીબ હતું અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન થાય નહીં તેની મારે કાળજી રાખવી પડશે.

READ ALSO

Related posts

WhatsApp જલ્દી લાવી રહ્યુ છે ઓથેંટિકેશન ફીચર, અહીંયા જાણો કેવી રીતે કરશે કામ

Ankita Trada

ઉંઝા માર્કેટ યાર્ડમાં સેસ કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ: વેપારી અને નિકાસકારોના પ્રતિક ઉપવાસ, APMCમાં ફરતી થઇ આ પત્રિકા

Bansari

કોરોના: ઘરથી એક કિલોમીટર દૂર જવા પર આ દેશે પ્રતિબંધ લગાવ્યો, 7 દેશોમાં કોરોનાના કેસ બમણા થયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!