GSTV

એટીપી ટેનિસ ફાઇનલ્સ : ઝવેરેવને હરાવીને નોવાક યોકોવિચે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

નોવાક યોકોવિચે સીધા સેટમાં એલેકઝાન્ડર ઝવેરેવને હરાવી એટીપી ફાઇનલ્સ ટેનિસ ટુર્નામેન્ટના અંતિમ ચારમાં પ્રવેશ કર્યો છે. વિશ્વના નંબર વન ખેલાડી નોવાક યોકોવિચે ઓ ટુ એરેના ખાતે ઝવેરેવ વિરુદ્ધ 6-3, 7-6ની વિજય હાંસલ કર્યો હતો. આ સાથે જર્મન ખેલાડી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. વર્તમાન ટુર્નામેન્ટમાં નોવાક યોકોવિચે શાનદાર ફોર્મ દર્શાવ્યું છે.

વિશ્વના નંબર વન ખેલાડીની નજર હવે રેકોર્ડની બરાબરી પર

યોકોવિચ હવે ઓસ્ટ્રિયાના ડોમિનિક થિયેમ સામે ટકરાશે. વિશ્વના નંબર વન ખેલાડીની નજર હવે રેકોર્ડની બરાબરી કરનારા છઠ્ઠા ટાઇટલ જીતવા પર છે. જો યોકોવિચ ખિતાબ જીતે છે તો 2015 બાદ તેનો પ્રથમ ખિતાબ હશે.

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!