GSTV

ફેડરરને હરાવીને યોકોવિચનો આઠમી વાર ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પ્રવેશ

Last Updated on January 31, 2020 by Mayur

ડિફેન્ડિંગ ચેમ્પિયન અને વર્લ્ડ નંબર ટુ સર્બિયન સ્ટાર યોકોવિચે સીધા સેટોમાં ૩૮ વર્ષીય સ્વિસ લેજન્ડ ફેડરરને ૭-૬(૭-૧), ૬-૪, ૬-૩ થી હરાવીને આઠમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. યોકોવિચ ક્યારેય ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં હાર્યો નથી અને આ વખતે તેને રેકોર્ડ આઠમા ઓસ્ટ્રેલિયન ઓપન અને ૧૭માં ગ્રાન્ડ સ્લેમ ટાઈટલની તલાશ છે.

૩૮ વર્ષીય ફેડરરનું આ સાથે રેકોર્ડ ૨૧મું તેમજ સાતમું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતુ. આજે મેલબોર્ન પાર્કમાં રમાયેલી ફાઈનલમાં યોકોવિચ પ્રથમ સેટમાં ૨-૫થી પાછળ ધકેલાઈ ગયો હતો. જોકે તેણે જબરજસ્ત પુનરાગમન કરતાં ફેડરરને હરાવ્યો હતો. ફેડરરને પગના સ્નાયુ ખેંચાઈ જવાના કારણે પરેશાની થતી જોઈ શકાતી હતી. રોડ લેવર એરિના ખાતે રમાયેલી મેચમાં યોકોવિચે બે કલાક અને ૧૮ મિનિટના મુકાબલા બાદ જીત હાંસલ કરી હતી. યોકોવિચ આ સાથે ગ્રાન્ડ સ્લેમમાં છેલ્લી ૪૪માંથી ૪૨મેચ જીતી ચૂક્યો છે.

યોકોવિચે મેચ બાદ જણાવ્યું કે, જો ફેડરરે તે બ્રેક પોઈન્ટ્સનો ફાયદો ઉઠાવ્યો હોત તો હું જુદી રીતે આગળ વધ્યો હોત. તેની સારી શરૃઆતના કારણે શરૂઆતમાં હું નર્વસ હતો. ૩૨ વર્ષીય યોકોવિચે આ સાથે સળંગ ૧૨મી મેચ જીતી હતી. હવે આવતીકાલે રમાનારી મેન્સ સિંગલ્સની બીજી સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રીયાના થિયમનો સામનો જર્મનીના ઝ્વેરેવ સામે થશે, તે મેચનો વિજેતા ખેલાડી યોકોવિચ સામે ફાઈનલ રમશે.

ફેડરર સામે ૫૦મી મેચમાં યોકોવિચનો ૨૭મો વિજય

યોકોવિચ અને ફેડરરની આ આમને-સામને ૫૦મી મેચ હતી, જેમાં સર્બિયન સ્ટારે ૨૭મો વિજય હાંસલ કર્યો હતો. યોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિ ફાઈનલમાં ચોથી વખત ફેડરરને હરાવ્યો હતો. અગાઉ તે ૨૦૦૮, ૨૦૧૧ અને ૨૦૧૬માં પણ ફેડરરને અહીં સેમિ ફાઇનલમાં હરાવી ચૂક્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન યોકોવિચ હવે ટાઈટલ જીતવા માટે ફેવરિટ મનાય છે.

READ ALSO

Related posts

Tokyo Olympics / ભારતને મળી શકે છે વધુ બે મેડલ, આ બે ખેલાડીઓની ઓલમ્પિકમાં શાનદાર રમત

Zainul Ansari

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel

Video: ટોક્યો ઓલંપિક્સમાં મેચ પહેલા જૂડો એથલીટને કોચે ઝીંકી દીધો લાફો, જોતા રહી ગયા લોકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!