GSTV

નોવાક યોકોવિચે પીટ સામ્પ્રાસનો રેકોર્ડ સરભર કર્યો

Last Updated on September 11, 2018 by Bansari

ડેલ પોટ્રોને હરાવી સર્બિયન સ્ટારે યુએસ ઓપન ટાઈટલ જીત્યું અને પીટ સામ્પ્રાસના 14 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલના રેકોર્ડને સરભર કર્યો નોવાક યોકોવિચે વધુ એક ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતતા યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. રવિવારે રમાયેલી ફાઈનલમાં યોકોવિચે આર્જેન્ટિનાના જુઆન માર્ટિન ડેલ પોટ્રોને  6-3, 7-6 (7/4), 6-3થી પરાજય આપ્યો હતો.

સર્બિયન સ્ટાર યોકોવિચનું આ ત્રીજુ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ અને કારકિર્દીનું 14મું ગ્રાન્ડ સ્લેમ હતું. આ ટાઈટલ જીતવાની સાથે જ તેણે પીટ સામ્પ્રાસના 14 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. 2011 અને 2015માં ચેમ્પિયન રહેલા યોકોવિચે ન્યૂયોર્કમાં આઠમી ફાઈનલ રમી હતી. યોકોવિચ હવે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવામાં રફેલ નાદાલથી ત્રણ અને રોજર ફેડરરથી છ ટાઈટલ દૂર છે.

31 વર્ષીય યોકોવિચ ગત વર્ષે કોણીની ઈજાના કારણે યુએસ ઓપનમાં રમી શક્યો ન હતો. તેણે કારકિર્દીમાં ત્રીજી વખત એક જ વર્ષે વિમ્બલડન અને યુએસ ઓપન ટાઈટલ જીતવાની સિદ્ધિ નોંધાવી છે.

વિશ્વના ભૂતપૂર્વ નંબર-3 ખેલાડી રહી ચૂકેલા ડેલ પોટ્રો માટે આ ફાઈનલ ઘણી જ નિરાશાજનક રહી. તે કારકિર્દીમાં ફક્ત બીજી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં પહોંચ્યો હતો. ડેલ પોટ્રો છેલ્લે 2009માં યુએસ ઓપનની ફાઈનલમાં પહોંચ્યો હતો અને ચેમ્પિયન રહ્યો હતો. આ તેની કારકિર્દીનું એકમાત્ર ગ્રાન્ડ સ્લેમ છે. ડેલ પોટ્રો સામે યોકોવિચે 15મો વિજય નોંધાવ્યો હતો જ્યારે ગ્રાન્ડ સ્લેમમાં આ પાંચમો વિજય હતો.

યોકોવિચે યુએસ ઓપન ટાઈટલ જીત્યું અને આ સાથે છેલ્લા 55 મેજર ટાઈટલમાંથી 50 ટાઈટલ બિગ ફોર તરીકે જાણીતા ચાર દિગ્ગજ ખેલાડીઓના નામે થયા છે. ટેનિસ જગતમાં રોજર ફેડરર, રફેલ નાદાલ, નોવાક યોકોવિચ અને એન્ડી મરેને બિગ ફોર તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ગ્રાન્ડ સ્લેમમાં આ ચાર ખેલાડીઓનો દબદબો રહ્યો છે અને આ ચારમાંથી એક ખેલાડી ચેમ્પિયન બનતો હોય છે.

યોકોવિચના ગ્રાન્ડ સ્લેમ ટાઈટલની યાદી
ઓસ્ટ્રેલિયન ઓપન : 2008, 2011, 2012, 2013, 2015, 2016
ફ્રેન્ચ ઓપન : 2016
વિમ્બલડન : 2011, 2014, 2015, 2018
યુએસ ઓપન : 2011, 2015, 2018

Related posts

Tokyo Olympics / ભારતને મળી શકે છે વધુ બે મેડલ, આ બે ખેલાડીઓની ઓલમ્પિકમાં શાનદાર રમત

Zainul Ansari

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel

Video: ટોક્યો ઓલંપિક્સમાં મેચ પહેલા જૂડો એથલીટને કોચે ઝીંકી દીધો લાફો, જોતા રહી ગયા લોકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!