GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

અમદાવાદ / શિપિંગ કંપનીના ડાયરેક્ટરની એરપોર્ટ પરથી ધરપકડ, બેંક સાથે કરોડો રૂપિયાની કરી હતી છેતરપિંડી

ધરપકડ

કેનેરા બેંક સાથે 20.68 કરોડની છેતરપિંડી કરનાર ફરાર ઉદ્યોગપતિની CBIએ મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી છે. સંજય ગુપ્તા નામનો આરોપી છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો હતો. મળતી માહિતી મુજબ આરોપી સંજય ગુપ્તા નાઇરોબી નાસી ગયો હતો. નાઈરોબીથી પરત આવતા CBIએ મુંબઈ એરપોર્ટ પરથી આરોપીને ઝડપ્યો છે.

ધરપકડ

ઉલ્લેખનીય છે કે કેનેરા બેંકની જામનગર શાખા સાથે 20.68 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ ગુજરાત સ્થિત નોવા શિપિંગ અને તેના ડાયરેક્ટર્સ, પ્રોપરાઈટર, બેંક અધિકારીઓ સહિત અન્યો સામે FIR દાખલ કરવામાં આવી હતી.

  • ગુજરાતના વૉન્ટેડ ઉદ્યોગપતિની ધરપકડ
  • CBIએ મુંબઈ એરપોર્ટ પરથી કરી ધરપકડ
  • સંજય ગુપ્તા નામનો ઉદ્યોગપતિ ઝડપાયો
  • છેલ્લાં 10 વર્ષથી નાસતો ફરતો હતો આરોપી
  • ગુજરાતથી આરોપી નાઇરોબી નાસી ગયો હતો
  • કેનરા બેંક સાથે 20.68 કરોડનું કર્યું હતું ચિટીંગ
  • નાઈરોબીથી પરત આવતો આરોપી ઝડપાયો
  • ઉદ્યોગપતિ સામે નીકળી હતી રેડકૉર્નર નોટિસ
  • 2013માં જામનગરમાં આચરી હતી છેતરપિંડી

CBIના જણાવ્યા મુજબ તપાસ પછી 24 ડિસેમ્બર 2013ના રોજ અમદાવાદના મિર્ઝાપુર ખાતેની વિશેષ સીબીઆઈ કોર્ટમાં આઠ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં કંપનીના ડાયરેક્ટર સંજય આર. ગુપ્તાનો મહત્વનો રોલ સામે આવ્યો હતો. CBI કોર્ટ મારફત લુક આઉટ કોર્નર (LOC) ઇશ્યુ કરી હતી તેમજ રેડ કોર્નર નોટિસ પણ ઇશ્યુ કરવામાં આવી હતી. જોકે LOC ઇશ્યુ થાય તે પહેલા જ સંજય ગુપ્તા વિદેશ ભાગી ગયો હતો. જોકે શનિવારે સંજય ગુપ્તા કેન્યાથી મુબઇ એરપોર્ટ પર આવતા CBIએ તેની ધરપકડ કરી લીધી હતી. CBI દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ

Nakulsinh Gohil

ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?

Nakulsinh Gohil

મોટા સમાચાર / ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય બેઠક બાદ રાજ્યની તમામ જેલોમાં ગેરકાયદે પ્રવૃત્તિ મામલે દરોડા

Nakulsinh Gohil
GSTV