GSTV
India ટોપ સ્ટોરી

દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા અને માનવાધિકારોના ભંગના મામલે પ્રણવ મુખર્જીએ ચિંતા કરી વ્યક્ત

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા અને માનવાધિકારોના ભંગના મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે દેશનું મોટાભાગનું ધન અમીરોના ખિસ્સામાં જવાથી ગરીબો વચ્ચેની વધતી ખાઈ ગંભીર ચિંતાનો મામલો હોવાનું પણ જણાવ્યું છે.

શુક્રવારે એક સંમેલનના ઉદ્ઘાટનમાં સંબોધન કરતા પ્રણવ મુખર્જીએ કહ્યુ હતુ કે જે દેશે દુનિયામાં વસુધૈવ કુટુંબકમ અને સહિષ્ણુતાના સભ્યતામૂલક લોકાચાર, સ્વીકાર્યતા અને ક્ષમાની અવધારણા પ્રદાન કરી છે. ત્યાં હવે વધતી અસહિષ્ણુતા, ગુસ્સાનો માહોલ અને માનવાધિકાર ભંગના અહેવાલો આવી રહ્યા છે. શાંતિ, સદભાવ અને પ્રસન્નતા તરફ- સંક્રમણથી પરિવર્તન વિષય પર આયોજીત બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન પ્રણવ મુખર્જી ફાઉન્ડેશન અને સેન્ટર ફોર રિસર્ચ ફોર રુરલ એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

પ્રણવ મુખર્જીએ કહ્યુ છે કે જ્યારે રાષ્ટ્ર વિવિધતા અને સહિષ્ણુતાનું સ્વાગત કરે છે અને વિભિન્ન સમુદાયોમાં સદભાવનાને પ્રોત્સાહીત કરે છે. ત્યારે આપણે નફરતના ઝેરને સાફ કરીએ છીએ અને આપણા રોજબરોજના જીવનમાં ઈર્ષા અને આક્રમતાને દૂર કરીએ છીએ. તો ત્યાં શાંથિ અને ભાઈચારાની ભાવના આવે છે. તેમણે કહ્યુ હતુ કે એવા દેશોમાં વધારે ખુશહાલી હોય છે કે જ્યાં પોતાના નિવાસીઓ માટે મૂળભૂત સુવિધાઓ અને સંશાધન સુનિશ્ચિત કરવામાં આવે છે, વધારે સુરક્ષા આપવામાં આવે છે. સ્વાયતત્તા પ્રદાન કરવામાં આવે છે અને લોકોની માહિતી સુધી પહોંચ હોય છે. જ્યાં વ્યક્તિગત સુરક્ષાની ખાત્રી હોય છે અને લોકશાહી સુરક્ષિત હોય છે. ત્યાં લોકો વધારે ખુશ રહે છે.

મુખર્જીએ કહ્યુ છે કે આર્થિક દશાઓની પરવાહ કર્યા વગર લોકો શાંતિના વાતાવરણથી ખુશ રહે છે. આંકડાનો ઉલ્લેખ કરતા પ્રણવ મુખર્જીએ કહ્યુ છે કે જો આવા આંકડાની ઉપેક્ષા કરવામાં આવશે. તો પ્રગતિશીલ અર્થવ્યવસ્થામાં પણ આપણી ખુશીઓ ઘટી જશે. આપણે વિકાસના પરિમાણ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરત છે. ગુરુ નાનકદેવજીના 549મા પ્રકાશોત્સવ પર શ્રદ્ધાસુમન અર્પિત કરતા પ્રણવ મુખર્જીએ કહ્યુ છે કે આજે તેમના શાંતિ અને એકતાનો સંદેશ યાદ કરવો જરૂરી છે. તેમણે ચાણક્યની ઉક્તિને યાદ કરતા કહ્યુ છે કે પ્રજાની ખુશીમાં જ રાજાની ખુશી રહેલી છે.

પ્રણવ મુખર્જીએ કહ્યુ છે કે ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે કે આપણી વચ્ચે એકતા હોય, સ્વરમાં સંસક્તિ અને વિચારમાં સમાનતા હોય. મુખર્જીએ સવાલ કર્યો છે કે શું બંધારણની પ્રસ્તાવનું પાલન થઈ રહ્યું છે? બંધારણની પ્રસ્તાવના સામાજિક-આર્થિક અને રાજકીય ન્યાય, અભિવ્યક્તિની આઝાદી તથા ચિંતન, દરજ્જો અને અવસરની સમાનતાની ખાત્રી આપે છે. પ્રણવ મુખર્જીએ કહ્યુ છે કે આમ આદમીની પ્રસન્નતાના રેન્કિંગમાં ભારત 113મા સ્થાને છે. જ્યારે હંગર ઈન્ડેક્સમાં ભારત 119મા સ્થાને છે. આવા પ્રકારની સ્થિતિ કુપોષણ, આત્મહત્યા, અસમાનતા અને આર્થિક સ્વતંત્રતાના રેટિંગમાં પણ છે.

Related posts

માર્કેટ યાર્ડોમાં મગફળીની ધૂમ આવક, ક્રૂડ સસ્તું થયું છતાં ન તેલ સસ્તું થયું,ન ઈંધણ! સિંગતેલમાં વધુ 20નો વધારો

pratikshah

SPORTS BREAKING! FIFA World Cup 2022માંથી જર્મની બહાર, જાપાને સ્પેનને હરાવી કર્યો ઉલટફેર

pratikshah

ગુજરાત કોંગ્રેસ! વિધાનસભા વિપક્ષના નાયબ નેતા ને મુખ્યદંડકની નિમણૂકના ઠેકાણા નથી, રવિવારે કોંગ્રેસના વિધાનસભ્યોની ચિંતન શિબિર

pratikshah
GSTV