બોલીવૂડની સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઈઝ ‘હેરાફેરી’ ફિલ્મના ત્રીજા ભાગને એ ક પછી એક વિવાદોનું ગ્રહણ નડી રહ્યું છે. અગાઉ ડાયરેક્ટર તરીકે ફરહાદ શામજીને હાંકી કાઢવાની માગણી થયા બાદ હવે આ ફિલ્મના ઓડિયો અને વીડિયો સોંગ્સ રાઈટના મામલે કાનૂની તકરાર ઊભી થઈ છે. આ રાઈટ્સ ધરાવનારી મૂળ કંપનીએ ફિલ્મના નિર્માતાઓને નોટિસ ફટકારી છે.

આ ફિલ્મનું શૂટિંગ શરુ થયાના અહેવાલોને પગલે એક જાણીતી મ્યુઝિક કંપનીએ નિર્માતાઓને ફિલ્મના ઓડિયો અને વીડિયો સોંગ્સના રાઈટ્સનો વપરાશ કરવા માટે તેમની પાસે કોઈ જરુરી દસ્તાવેજો છે કે કેમ તે જાણવા માગ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે આ ફ્રેન્ચાઈઝીના ઓડિયો-વિઝ્યુઅલ રાઈટ્સની એકમાત્ર ધારક તરીકે તેને અબાધિત અધિકાર છે અને તેની પરવાનગી વિના કોઈ તેનો ઉપયોગ કરી શકે નહીં.

ઉલ્લેખનીય છે કે ફિલ્મના ડાયરેક્ટર પદેથી ફરહાદ શામજીને હાંકી કાઢવાની માગણી સાથે અગાઉ જ કેમ્પેઈન છેડાઈ ચૂક્યું છે. ફરહાદ શામજી આ ફિલ્મને ન્યાય આપી શકે તેવી પ્રતિભા ધરાવતો નથી તેવી માગણી સાથે ‘હેરાફેરી’ સીરીઝના અઠંગ ચાહકોએ આ ઝુંબેશ ઉપાડી છે.
READ ALSO
- પ્રેમ માટે પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પાછી ફરી, પહેલી તસવીર સામે આવી
- ‘ખાલિસ્તાની તત્વો પર કાર્યવાહી કરો, નહીં તો……’, જસ્ટિન ટ્રૂડોને આપી ચેતવણી, જાણો સમગ્ર મામલો
- અમેરિકાએ ભારતને આપી આ ગુપ્ત માહિતી, કેન્દ્રની હાઈ-લેવલ કમિટી આવી તાત્કાલિક એક્શનમાં
- VIDEO / મીની કૂકરમાં ભાત, હથેળીથી પણ નાની કડાઈમાં પાલક પનીર, અનોખા કિચન સેટમાં તૈયાર કર્યું ભોજન
- ટનલમાં જિંદગી મોત વચ્ચે શ્રમિકો લડી રહ્યા હતા લડાઈ, ત્યારે શું થયું હતું પીએમઓની બેઠકમાં?