GSTV

વડોદરા : નર્સિંગ કોલેજોને પ્રભારી સચિવ ડો.વિનોદ રાવે આ મામલે ફટકારી નોટિસ

વડોદરામાં 124 નર્સિંગ સ્ટુન્ડ ફરજ પર હાજર થયા હતા. બે દિવસ અગાઉ રાત્રે અચાનક એસએસજી હોસ્પિટલના કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓ પગાર મામલે હડતાળ પર ઉતરી ગયા હતા. જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું. સમસ્યાનું સમાધાન થઈ જતા નર્સિંગ સ્ટાફ ફરજ પર હાજર થયો હતો. આગામી દિવસોમાં વધુ મેનપાવર વધારવાના પ્રયાસ રૂપે શહેરની નર્સિંગ કોલેજોને પ્રભારી સચિવ ડો.વિનોદ રાવે નોટિસ પાઠવી હતી.

તેમ છતાં કોલેજોએ વાત કાને ન ધરતા ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત નોટિસ પાઠવી હતી. જે બાદ નર્સિંગ કોલેજોના વિદ્યાર્થીઓ મોકલવાનો પ્રારંભ થઇ ચુક્યો છે. ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કેટલાક તત્વો વડોદરામાં કોવિડ બેડ અને સ્ટાફ પૂરતો ન હોવાની અફવા ફેલાવે છે. જેને લઈને પોલીસ વિભાગ સાથે સંકલન કરી નિર્ણય લેવાયો છે. જો કોઈ અફવા ફેલાવશે તો ફોજદારી કાર્યવાહી કરાશે.

READ ALSO

Related posts

જુનાગઢના ટીકર ગામે વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો

Nilesh Jethva

હવે જીવનસાથીની શોધ બનશે વધુ સરળ, યુવાનો માટે Facebook એ લોન્ચ કરી ડેટિંગ એપ

Ankita Trada

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં હથિયારો સાથે જૂથ અથડામણ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!