GSTV
Gujarat Government Advertisement

હાથરસ પીડિતાના વીડિયો-તસવીરો હટાવવા મહિલા આયોગના આદેશ, ઓળખ જાહેર કરવા બદલ માલવિયા સ્વરા દિગ્વિજયને નોટિસ

Last Updated on October 7, 2020 by pratik shah

હાથરસની પીડિતાની ઓળખ જાહેર કરનારા દિગ્વિજય સિંહ, સ્વરા ભાસ્કર અને અમિત માલવિયાને મહિલા આયોગે નોટિસ મોકલી છે અને સમગ્ર મામલે જવાબ માગ્યો છે. અમિત માલવિયા પર સોશિયલ મીડિયામાં પીડિતાનો વીડિયો જાહેર કરવાનો આરોપ હતો.

પ્રદર્શનો અને ટ્વીટમાં થયા હતા પીડિતાના ફોટાનો ઉપયોગ

આ નોટિસ અનુસાર હાથરસની પીડિતાને લઇને વિવિધ સ્થળે થયેલા પ્રદર્શનોમાં પણ પીડિતાની તસવીરોનો ઉપયોગ થયો હતો. અમિત માલવિયાએ બીજી ઓક્ટોબરના રોજ ટ્વીટ કર્યું હતું જેમાં પીડિતાનો વીડિયો હતો.

મહિલા આયોગનો આદેશ

પીડિતાના વિડીયો પર પણ સવાલ

આ વીડિયોમાં રિપોર્ટર પીડિતાને સવાલ કરી રહ્યા હતા જેના જવાબમાં પીડિતા કહી રહી હતી કે મારૂ ગળુ દબાવવામાં આવ્યું અને જીભ પર પણ જખમ હતા. બાદમાં રિપોર્ટના કહેવાથી પીડિતાએ તેની જીભ દેખાડી હતી. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે અને બ્લર કર્યા વગર લોકો શેર કરી રહ્યા છે. જ્યારે વિરોધ પ્રદર્શન દરમિયાન પણ પોસ્ટરો બેનરોમાં પીડિતાની તસવીરો જાહેર કરવામાં આવી રહી છે.

મહિલા આયોગે મોકલી આ મહાનુભાવોને નોટિસ

મહિલા આયોગે કહ્યું કે અમિત માલવિયા ઉપરાંત દિગ્વિજય, સ્વરા ભાસ્કર તેમજ અન્ય લોકોએ પણ જંતર મંતર પર પ્રદર્શન દરમિયાન પીડિતાની તસવીર જાહેર કરી હતી. પોસ્ટરો દ્વારા તેમણે આ તસવીરો જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે રેપ પીડિતાની તસવીરો કે કોઇ પણ ઓળખ જાહેર કરવા પર રોક લગાવી દીધી છે.

આયોગે માંગ્યું સ્પષ્ટીકરણ

આયોગે નોટિસ જાહેર કરીને પીડિતાની કોઇ પણ પ્રકારની ઓળખ જાહેર કરવા પર રોક લગાવી દીધી છે. સાથે જ જેમને નોટિસ પાઠવામાં આવી તેમની પાસેથી યોગ્ય સ્પષ્ટીકરણ પણ માગ્યું છે.  બીજી તરફ પોલીસે દાવો કર્યો છે કે હાથરસની પીડિતા અને આરોપી બન્ને એકબીજાના સતત સંપર્કમાં હતા. બન્ને માટે 104 વખત ફોન થયા હતા. પોલીસે વાતચીતની વિગતો અને કેટલી વખત બન્ને માટે ફોન થયા તેની વિગતો મેળવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

મારુતિ સુઝુકીએ એક વર્ષમાં ત્રીજી વાર કારના ભાવ વધાર્યાઃ આ દિવસથી ગાડીઓ થશે મોંઘી, ખરીદવાનું પ્લાન હોય તો જલદી કરજો

Harshad Patel

સાવધાન/ અજીબ નામ વાળા WiFi નેટવર્કથી બનાવો દુરી, iPhone યુઝર્સ માટે કંપનીએ જારી કરી ચેતવણી

Damini Patel

જોરદાર ઑફર/ માત્ર 49 રૂપિયામાં ઘરે લઇ આવો TVSનું આ શાનદાર સ્કૂટર, 6 મહિના સુધી નહીં ચુકવવી પડે એકપણ EMI

Bansari
Do NOT follow this link or you will be banned from the site!