GSTV

અમદાવાદમાં કોરોનાને લઇને નબળી કામગીરી, મુખ્ય આરોગ્ય કર્મચારીને જિલ્લા વિકાસ અધિકારીએ ફટકારી નોટીસ

Corona

Last Updated on June 27, 2020 by Bansari

અમદાવાદમાં ગ્રામ્યમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસ માં વધારો થઇ રહ્યો છે ત્યારે ગ્રામ્યમાં કરવામાં આવતી કામગીરીમાં બેદરકારી અને હાજર ન રહેતા જીલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી સતીસ મકવાણાને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટીસ ફટકારવા આવી છે.

જિલ્લા પંચાયતની મિટિંગમાં મુખ્ય આરોગ્ય કર્મચારીની ગેરહાજરી

જો કે અમદાવાદ સીટી બાદ ગ્રામ્ય માં સતત કેસ વધી રહ્યા છે. જેથી જીલ્લા પંચાયત ખાતે કોરોનાને કઈ રીતે અટકાવવામાં આવે તેને લઇ જીલ્લા પંચાયત ખાતે મીટીંગ રાખવામાં આવે છે જેથી સતીશ મકવાણા હાજર ન રહેતા તેની નોંધ લેવાઈ હતી. જેથી જીલ્લા વિકાસ અધિકારી એ તેમને નોટીસ ફટકારી હતી.

corona

મુખ્ય આરોગ્ય કર્મચારીની નબળી કામગીરી બદલ ફટકારાઇ નોટિસ

અમદાવાદ ગ્રામ્ય દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે ગ્રામ્ય કોરોના નો આંકડો ૭૦૦થી વધારે કેસ નોધાયા છે.જેથી ગ્રામ્યમાં વધી રહેલા કોરોનાના કેસ કઈ રીતે ડામવા તેને લઇ સતત કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO)ની નબળી કામગીરી ને લઇ જીલ્લા વિકાસ અધિકારી એ આરોગ્ય અધિકારી સતીસ મકવાણા ને નોટીસ ફટકારી છે. સાથે સતીશ મકવાણા દ્વારા કોરોના વાયરસને લઇ અત્યાર સુધી ક્યાં પ્રકાર ની કામગીરી કરી છે તેનો જવાબ આપે.તેની સાથે જીલ્લામાં વધી રહેલા કેસને લઇ જગ્યાની મુલાકાત લીધી છે કે નહિ તેની પણ માહિતી માંગવામાં આવી છે.બીજી તરફ આરોગ્યના કેટલાક કર્મચારીઓ દ્વારા પણ સતીસ મકવાણા નો વિરોધ કરવામાં આવે છે.આરોગ્ય ની લગતી કેટલીક કામગીરીની ફાઈલ પણ અટકાવીને રાખી છે.જેથી આરોગ્ય ના કર્મચારીઓ પણ પરેશાન થયા છે. જો કે ગ્રામ્યમાં રોજે ૫૦૦થી ૧૦૦૦ જેટલા કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે.જેની સામે ૨૦ થી ૩૪ જેટલા રોજે કોરોના કેસ પોજીટીવ કેસ સામે આવે છે.

Related posts

મોંઘવારી/ રાજકોટમાં સીંગતેલ અને કપાસિયા તેલનાં ભાવ ફરી આસમાને, જાણો ડબ્બે કેટલાં રૂપિયાનો થયો વધારો?

Dhruv Brahmbhatt

ભારતમાં તેજીથી વધી રહ્યું છે ઓરલ કેન્સર, દર કલાકે 5 લોકો જીવ ગુમાવી રહ્યા, એક્સપર્ટ પાસે જાણો કેવી રીતે બચી શકાય

Damini Patel

વાતાવરણ પલટાશે/ રાજ્યમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, અનેક જિલ્લાઓમાં હજુ આટલા દિવસ માવઠાની આગાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!