શું તમે પણ એક કંપની છોડી બીજી કંપનીને જોઈન કરનાર છે. જો આવુ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. જણાવી દઈએ કે, GST ઓથોરિટીના નિર્ણય પ્રમાણે જો કોઈ પણ કર્મચારી પોતાનો નોટિસ પીરિયડ પૂર્ણ કર્યા વગર નોકરી છોડે છે તો તેમના ફુલ એન્ડ ફાઈનલ પેમેંટ્સમાંથી 18 ટકા GST કપાઈ શકે છે. મની કંટ્રોલના સમાચાર હવેથી નોકરી છોડતા સમયે પણ લોકોને પોતાનો સંપૂર્ણ નોટિસ પીરિયડ સર્વ કરવું જરૂરી નહી હોય તો તમારા F&F માંથી એક મોટી રકમ કપાઈ શકે છે.
નોટિસ પીરિયડ સર્વ કર્યા વગર જ નોકરી છોડી
ગુજરાત અથોરિટી ઓફ એડવાંસ રૂલિંગ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંપૂર્ણ કેસ અમદાવાદની એક કંપની સાથે જોડાયેલો છો. જણાવી દઈએ કે, એક્સપોર્ટ કંપની એમનીલ ફાર્માના એક કર્મચારીને લઈને આ કેસ શરૂ થયો હતો. જણાવી દઈએ કે, કંપનીના કર્મચારીએ ત્રણ મહિનાનો નોટિસ પીરિયડ સર્વ કર્યા વગર જ નોકરી છોડી દીધી, ત્યારબાદથી જ આ કેસ સામે આવ્યો.

GST ઓથોરિટીએ લીધો આ નિર્ણય
આ કેસ બાદ GST અથોરિટીએ પોતાના નિર્ણયમાં કહ્યું કે, આ રકમ GST એક્ટ હેઠળ એમ્પ્લોયી એગ્જમ્પશનની હેઠળ નથી, તેથી નોટિસ પીરિયડ પૂર્ણ ન કરવાની શરત પર 18 ટકા GST ચૂકકવું પડશે.
અપોઈન્ટમેન્ટ લેટરમાં આપેલી હોય છે બધી જાણકારી
તમને જણાવી દઈએ કે, કોઈપણ કર્મચારીને નોકરી પર રાખતા સમયે તેમને આપવામાં આવનાર અપોઈન્ટમેન્ટ લેટરમાં નોટિસ પીરિયડ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવેલી હોય છે. નોટિસ પીરિડય જેટલા દિવસનો હોય છે, કર્મચારીને નોકરી છોડવાના તેટલા દિવસ પહેલા જ Resign કરવાનું હોય છે.
હવેથી લાગુ થશે આ નિયમ
તમને જણાવી દઈએ કે, જો કોઈપણ કર્મચારીનો પીરિયડ 3 મહીનાનો છે અને તે માત્ર રાજીનામું આપ્યા બાદ 2 મહીના કામ કરે છે તો તેની બાકીના એક મહીનાના પગારમાંથી પણ 18 ટકા GST કાપી લેવામાં આવશે. એટલે કોઈ કર્મચારીનો પગાર મંથલી 50 હજાર રૂપિયા છે તો Gujarat Authority of Advance Ruling ના આ નિર્ણય પ્રમાણે કર્મચારીનો એક મહીનાના પગારની સાથે 18 ટકા GST આપવાનું રહેશે.
READ ALSO
- છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાની રસી લીધા બાદ બે આશાવર્કર બહેનોને રિએક્શન આવ્યું
- ઢોંગી / વડગામમાં નકલી માતાજીને લોકોએ ઢીબી નાખ્યા, ખરાઈ કરતા ભાંડો ફૂટ્યો
- ભારતની નાક નીચે જાસૂસીમાં લાગ્યુ ચીન, કિલર સબમરીન માટે શોધી રહ્યુ છે રસ્તો
- 26 જાન્યુઆરી સુધી એલર્ટ/ દિલ્હીમાં નાપાક હરકતોને અંજામ આપવાનુ ષડયંત્ર, ઠેર ઠેર લગાવ્યા પોસ્ટરો
- WhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને આવ્યો આ મેસેજ?