જાનું મેરી જાનમાં ચમકનાર મોડેલ પૈસાદારોને બોલાવી નગ્ન કરી Video ઉતારી લેતી

યુવકોને ડાન્સ જોવા બોલાવીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને પોતાના સાથીદારો સાથે મળીને લુંટી લેતી મહિલા ડાન્સર સહિત બે જણાની રામોલ પોલીસે ધરપકડ કરી છે. ડાન્સર અને તેના સાથીદારો યુવકોને મારઝૂડ કરીને તેનો નગ્ન વિડીયો ઉતારીને પોલીસ ફરિયાદ કરશો તો વિડીયો વાયરલ કરવીની ધમકી આપતા હતા. આ અંગે ત્રણ યુવકોએ ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ટોળકીએ નવ જેટલા યુવકોને નિશાન બનાવ્યા હોવાની શંકાને આધારે પોલીસ તપાસ કરી રહી છે.

પ્રથમ બનાવની વિગત મુજબ બાવળામાં રહેતા પ્રતાપભાઈ ગોહિલ બાવળામાં એક જાહેર પ્રોગ્રામ જોવા ગયા ત્યારે સંજના પરમાર નામની ડાન્સર સાથે તેમની મુલાકાત થઈ હતી. જેમાં તેમણે પોતાનો નંબર સંજનાને આપ્યો હતો. દરમિયાન ૧૬ ઓગષ્ટના રોજ સંજનાએ પ્રતાપભાઈને ફોન કરીને તમે મારો ડાન્સ જોવા અમદાવાદ આવો કહીને રામોલમાં અદાણી સર્કલ બોલાવ્યા હતા. આથી પ્રતાપભાઈ તેમની કાર લઈને પહોંચ્યા હતા અને સંજનાને ફોન કરતા તે રિક્ષામાં આવી પહોંચી હતી.  બાદમાં કાર પાર્ક કરીને પ્રતાપભાઈ રિક્ષામાં તેની સાથે રવાના થયા હતા. ગત્રાડ જવાના રસ્તા પર અન્ય એક રિક્ષામાં ગોઠવાયો હતો.ત્યારબાદ ત્રણેય જણા પ્રતાપભાઈને નજીકના ખેતરમાં લઈ ગયા હતા અને ઢોરમાર મારીને રૂપિયા. ૧,૮૦,૦૦૦ના દાગીના લુંટી લીધા હતા. એટલું જ નહી તેમના કપડા ઉતારીને વિડીયો પણ ઉતારી લીધો હતો. બાદમાં પોલીસ ફરિયાદ કરશે તો વિડીયો વાયરલ કરી દેશે એવી ધમકી આપીને રિક્ષામાં ભાગી ગયા હતા.

આ અંગે તેમણે રામોલ પોલીસ સ્ટેશનમાં ૨૭ નવેમ્બરના રોજ ફરિયાદ નોંધાવી હતી. તે સિવાય સંજનાએ વસ્ત્રાલમાં રહેતા શૈલેષભાઈ પટેલને ફોન કરીને પોતે એક્ટ્રેસ છે અને સોંગ બનાવવાનું કામ કરૃ છું એમ કહીને સોંગ જોવા માટે તેમને ૨૩ નવેમ્બરના રોજ વસ્ત્રાલ ચોકડી પાસે બોલાવ્યા હતા.બાદમાં શૈલેષભાઈના એક્ટીવા પર બેસીને સંજના સોંગ જોવા લઈ જવાનું કહીને ગત્રાડ રોડ પર લઈ ગઈ હતી. જ્યાં રિક્ષામાં બે શખ્સો આવ્યા હતા. ત્રણેય જણા શૈલેષભાઈને નજીકવના ખેતરમાં લઈ ગયા હતા અને મારઝુડ કરીને રૂપિયા. ૫૦,૦૦૦ લુંટી લીધા હતા. તેમણે શૈલેષભાઈના કપડા કાઢીને વિડીયો ઉતારી લીધો હતો એ ફરિયાદ કરશે તો વાયરલ કરી દેશે, એવી ધમકી આપીને નાસી ગયા હતા.

અન્ય બનાવમાં વટવામાં સ્પા ચલાવતા સહેજાદખાનને મહિલા કર્મચારીની જરૃર હોવાથી તપાસ કરતા સંજના પરમાર મસાજ કરવાનું કામ કરતી હોવાનું જાણવા મળ્યું હતું.તેણે સંજનાને ફોન કરતા તેણે હાલ નોકરી કરવી નથી, એમ કહ્યું હતું. બાદમાં ૨૦ નવેમ્બરના રોજ સંજનાએ પઠાણને ફોન કરીને વસ્ત્રાલ ચાર રસ્તા બોલાવ્યો હતો. પઠાણ અહીં પહોંચતા સંજનાએ તેની સહેલીનું શુંટીંગ ગત્રાડ રોડ પર ચાલે છે મને મુકી જાવ કહેતા પઠાણ એક્ટીવા પર તેને મુકવા ગયો હતો. જેકે રસ્તામાં રિક્ષામાં આવેલા બે શખ્સોએ તેમને અટકાવ્યા હતા. બાદમાં તેને નજીકના ખેતરમાં લઈ જઈને મારઝુડ કરી રૂ. ૪,૫૦૦ રોકડા અને મોબાઈલ લુંટી લીધો હતો. બાદમાં આરોપીઓએ આ છોકરીને તે ખેતરમાં લઈને આવ્યો હોવાનું બોલવાનું કહીને વિડીયો ઉતારી લીધો હતો. આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેઓ ભાગી ગયા હતા. આ ત્રણેય ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરીને ચાંદલોડીયામાં ગાયત્રીનગરમાં રહેતી સંજના ફર્ફે સંજુ પરમાર(૨૪) અને રામોલમાં એકતાનગરમાં રહેતા મોઈનઅલી સૈયદ (૨૮)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રૃ. ૨,૫૪,૫૦૦ ની કિંમતના દાગીના કબજે કર્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter