GSTV
Home » News » મોદીના ખાસમખાસ અધિકારીએ નોટબંધી મામલે પ્રથમવાર ખોલ્યું મોઢું, ગણાવ્યો દેશને ઝટકો

મોદીના ખાસમખાસ અધિકારીએ નોટબંધી મામલે પ્રથમવાર ખોલ્યું મોઢું, ગણાવ્યો દેશને ઝટકો

ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્મે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયની ટીકા કરી છે. તેમણે નોટબંધીને એક મોટો ઝટકો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, નોટબંધી મોટા પ્રમાણમાં એક કડક કાયદો હતો અને તેનાથી મોનેટરીને ઝટકો લાગ્યો. આ કારણે ભારતની અર્થવ્યવસ્થા સાત ક્વાર્ટરના સૌથી નીચેના સ્તર 6.8 ટકા પર આવી ગઇ. તેમણે કહ્યું કે, નોટબંધી પહેલાં તે 8 ટકા હતી. જ્યારે નોટબંધી લાગુ કરવામાં આવી હતી ત્યારે સુબ્રમણ્યન ભારતના મુખ્ય આર્થિક સલાહકાર હતા.

વડાપ્રધાને નોટબંધીના નિર્ણય પર સીઈએનો મત નહોતો લીધો

નોટબંધીના નિર્ણય બાદ પહેલીવાર મૌન તોડતા અરવિંદ સુબ્રમણ્યને કહ્યું કે, તેમની પાસે આ તથ્ય સિવાય કોઇ ઠોસ દ્રષ્ટિકોણ નથી કે ઔપચારિક સેક્ટરમાં વેલફે કોસ્ટ તે સમયે પુરતી હતી. જો કે તેમણે તે વાતનો ખુલાસો નહોતો કર્યો કે નોટબંધીના નિર્ણય માટે તેમનું સૂચન લેવામાં આવ્યું હતું કે નહી. પરંતુ સરકારમાં રહેલા લોકોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને નોટબંધીના નિર્ણય પર સીઈએનો મત નહોતો લીધો.

GDP ગ્રોથને અસર થઇ

અરવિંદ સુબ્રમણ્યને કહ્યું નોટબંધી એક મોટો, સખ્ત અને મૌદ્રિક ઝટકો હતો. આ નિર્ણય બાદ એક જ ઝટકામાં 86 ટકા ચલણી નોટને પરત ખેંચવામાં આવી હતી. જેના કારણે GDP ગ્રોથને અસર થઇ. ગ્રોથમાં અછત આવવાની પહેલા જ શરૂ થઇ ગઇ હતી પરંતુ નોટબંધીએ તેમાં તેજી લાવી દીધી.

Related posts

મોદી સરકારનાં આ મંત્રીઓએ નથી ચૂકવ્યુ બંગલાનું ભાડુ, થયો મોટો ખુલાસો

Mansi Patel

નવી સરકાર રચાય તે પહેલા માલદીવ તરફથી PM મોદી અને ભાજપને શુભેચ્છાઓ મળી!

Riyaz Parmar

ઈરાન ઉશ્કેરશે તો અમે યુદ્ધ માટે તૈયાર, શું વિશ્વમાં ગલ્ફ વોરનાં ભણકારા?

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!