મોદીના જ ભૂતપૂર્વ આર્થિક સલાહકારએ નોટબંધીને ગણાવ્યો એક મોટો ઝટકો

ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્મે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયની ટીકા કરી છે. તેમણે નોટબંધીને એક મોટો ઝટકો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, નોટબંધી મોટા પ્રમાણમાં એક કડક કાયદો હતો અને તેનાથી મોનેટરીને ઝટકો લાગ્યો. આ કારણે ભારતની અર્થવ્યવસ્થા સાત ક્વાર્ટરના સૌથી નીચેના સ્તર 6.8 ટકા પર આવી ગઇ. તેમણે કહ્યું કે, નોટબંધી પહેલા તે 8 ટકા હતી. જ્યારે નોટબંધી લાગુ કરવામાં આવી હતી ત્યારે સુબ્રમણ્યન ભારતના મુખ્ય આર્થિક સલાહકાર હતા.

નોટબંધીના નિર્ણય બાદ પહેલીવાર મૌન તોડતા અરવિંદ સુબ્રમણ્યને કહ્યું કે, તેમની પાસે આ તથ્ય સિવાય કોઇ ઠોસ દ્રષ્ટિકોણ નથી કે ઔપચારિક સેક્ટરમાં વેલફે કોસ્ટ તે સમયે પુરતી હતી. જો કે તેમણે તે વાતનો ખુલાસો નહોતો કર્યો કે નોટબંધીના નિર્ણય માટે તેમનું સુચન લેવામાં આવ્યું હતું કે નહી. પરંતુ સરકારમાં રહેલા લોકોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને નોટબંધીના નિર્ણય પર સીઈએનો મત નહોતો લીધો.

તેમણે કહ્યું નોટબંધી એક મોટો, સખ્ત અને મૌદ્રિક ઝટકો હતો. આ નિર્ણય બાદ એક જ ઝટકામાં 86 ટકા ચલણી નોટને પરત ખેંચવામાં આવી હતી. જેના કારણે GDP ગ્રોથને અસર થઇ. ગ્રોથમાં અછત આવવાની પહેલા જ શરૂ થઇ ગઇ હતી પરંતુ નોટબંધીએ તેમાં તેજી લાવી દીધી.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter