ઘણી વખત બેન્કના નિયમ અંગે સાચી જાણકારી ન હોવા પર ગ્રાહકોએ ચાર્જ આપવો પડે છે. બેન્કથી જોડાયેલ આવા જ એક મહત્વના નિયમની જાણકારી અમે તમને આપી રહ્યા છે. જો તમારા બચત ખાતામાં પૈસા નથી અને ATMથી ઉપાડ કરવા જાઓ અને અસફળ થાય છે તો ચાર્જ આપવો પડે છે. સરકારી સહિત ખાનગી બેન્ક એના માટે ચાર્જ લે છે. તો જાણીએ કે બેન્ક કેટલો ચાર્જ વસુલે છે.
ભારતીય સ્ટેટ બેન્ક

જો તમે ભારતીય સ્ટેટ બેન્કના ગ્રાહક છે અને તમારા ખાતામાં પૈસા નથી તો ભૂલથી પણ ATMમાં ઉપાડ માટે જાઓ છો અને અસફળ રહે છે તો તમારે 20 રૂપિયા જીએસટી આપવું પડે છે.
HDFC બેન્ક

ખાનગી ક્ષેત્રમાં સૌથી મોટી બેન્ક પણ ખાતામાં પૈસા ન હોવાની સ્થતિમાં ATMના અસફળ ઉપાડ પર ચાર્જ વસુલે છે. અને જો કોઈ બીજી બેન્કના ATMનો ઉપયોગ કરો છો તો પ્રતિ ટ્રાન્ઝેક્શન 25 રૂપિયા અને ટેક્સ ચૂકવવો પડશે.
ICICI બેન્ક

ICICI ખાતામાં પૈસા નહિ હોવા પર બીજી બેન્કના ATM અથવા POSથી સફળ ઉપાડ પર 25 રૂપિયા ચાર્જ વસુલે છે.
કોટક અને મહિન્દ્રા બેન્ક

ખાનગી ક્ષેત્રની બેન્ક કોટક અને મહિન્દ્રા બેન્ક અને યસ બેન્કના ખાતામાં પૈસા નહિ હોવાની સ્થિતિમાં ATMથી અસફળ ઉપાડ પર 25 રૂપિયા ચાર્જ વસુલે છે. એક્સિસ બેન્ક પણ 25 રૂપિયા ચાર્જ વસુલે છે.
આ રીતે ચાર્જ આપવાથી બચો
દેશની લગભગ તમામ બેન્કોના ગ્રાહક બચત ખાતામાં જમા રકમની જાણકારીની સુવિધા આપે છે. હવે પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી બેન્ક માટે આપેલ ફોન નંબર પર મિસ્ડ કોલ કરી અથવા SMS મોકલી આ જાણકારી મેળવી શકો છો. આ સાથે જ મોબાઈલ એપ દ્વારા તમે બેલેન્સ ચેક કરી શકો છો. જો કોઈ UPI એપ ખાતાથી જોડાયેલી છે તો એનાથી પણ બેલેન્સ જાણી શકો છો.
Read Also
- અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો
- ધબડકો/ ઈંગ્લેન્ડની 80 રનમાં 8 વિકેટ પડી : અશ્વિને 400 વિકેટ ઝડપી, 150 રન પણ ચેઝ કરવા ભારે પડશે
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો
- ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર
- કોરોના કાળમાં ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડતા રાજ્યના આ 3 શહેરોમાં ટુરિઝમ લીડર કલબ દ્વારા મોટું આયોજન