GSTV

મોદી સરકારના આદેશને પણ નહીં ગણકારે રૂપાણી, રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી નહીં ખુલે શાળાઓ

કોરોના મહામારીને કારણે રાજ્યમાં શાળા ક્યારે ખુલશે તેને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓ સતત ચિંતામાં છે. તેવામાં ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં સ્પષ્ટ કરાયું કે 21મી સપ્ટેમ્બર બાદ પણ શાળા ખોલવામાં નહીં આવે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયું નથી તેવામાં શાળા શરૂ કરવી તે ખૂબ જ જોખમી પુરવાર થઈ શકે છે.

કેન્દ્ર સરકારે ભલે 21મી સપ્ટેમ્બરથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થી વાલીઓની સહમતીથી મરજિયાત રીતે શાળા શિક્ષકો પાસે માર્ગદર્શન લેવા જઇ શકે તેવી સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર બહાર પાડી હતી. પરંતુ ગુજરાત સરકાર હાલ વિદ્યાર્થીઓને શાળાએ જવાની છૂટ નહીં આપે.

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, જો બાળકો વાલીની સહમતી લઈને શાળા ખાતે જાય તો પણ મોટી સંખ્યામાં બાળકો કોરોના શિકાર બની શકે તેમ છે. જેથી સરકાર હાલ વિદ્યાર્થીઓ શાળા ખાતે જાય તે દિશામાં કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. હાલ રાજ્યમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને તે યથાવત રહેશે. જ્યાં સુધી કોરોનાની પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી શાળા શરૂ કરવા માટે સરકાર કોઈ ઉતાવળ નહીં કરે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!