GSTV
Home » News » હલકી ગુણવત્તાની તુવેર સામે આવી છે તે ખેડૂતો પાસેથી લેવાયેલી જ નથી, સરકારનો કૌભાંડ ન થયો હોવાનો દાવો

હલકી ગુણવત્તાની તુવેર સામે આવી છે તે ખેડૂતો પાસેથી લેવાયેલી જ નથી, સરકારનો કૌભાંડ ન થયો હોવાનો દાવો

જૂનાગઢમાં કેશોદ અને વિસાવદરમાં સામે આવેલા તુવેર કૌભાંડ પર સરકારે સ્પષ્ટતા આપતા કોઈ કૌભાંડ ન થયાના દાવા કર્યા છે. રાજ્ય સરકારના પૂરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, કેશોદમાં હલકી ગુણવત્તાની તુવેર મામલે પોલીસે આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે અને ચાર શખ્સોની ધરપકડ કરી છે. કેશોદમાં જે હલકી ગુણવત્તાની તુવેર સામે આવી છે. તે ખેડૂતો પાસેથી લેવાયેલી નથી. એટલે ખેડૂતોને નુકશાન થયાની વાત જ નથી.

વિસાવદરમાં પણ ગાજેલા તુવેરકાંડ પર જયેશ રાદડિયાએ કૌભાંડની વાતને નકારી છે. તેમણે કહ્યું છે કે વિસાવદર માર્કેટ યાર્ડમાં 22 હજાર છસોથી વધુ ગુણીઓની ચકાસણી થઈ છે અને આ ચકાસણી બાદ તમામ સારી તુવેરને યોગ્ય સ્થળે મુકવામાં આવી છે. આ સિવાય આ માર્કટ યાર્ડમાં તુવેર ભરનારા ખેડૂતોને રૂપિયાની ચુકવણી પણ શરૂ થયાના દાવો પણ  જયેશ રાદડિયાએ કર્યો છે.

તુવેર કાંડ પર વિપક્ષ કોંગ્રેસ સરકાર સામે આક્રમક છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ ખેડૂતોના કામમાં અડચણ ઉભી કરતા હોવાનો  જયેશ રાદડિયાએ આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસ ખોટા નિવેદન આપીને લોકોને ગેરમાર્ગે દોરતી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. રાજ્યમાં એકસો ચોર્યાસી કરોડની 33 હજાર મેટ્રીક ટન તુવેરની ખરીદી થઈ છે. અ 150 કરોડની ખેડૂતોને ચુકવણી પૂર્ણ  થયાનો દાવો પણ રાજ્ય સરકારે કર્યો છે.

Read Also

Related posts

વડોદરાના એક મોલમાં શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ, મલ્ટિપ્લેક્ષના તમામ શો બંધ કરાવાયા

Nilesh Jethva

મહેસાણા ખાતે ભાજપનું સદસ્યતા અભિયાન યોજાયું, નીતિન પટેલે આપ્યું આ નિવદેન

Nilesh Jethva

વડોદરા : સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે આ વસ્તુની કરતો હતો ડિલિવરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!