GSTV

બનાસકાંઠા ગૌશાળાનો મામલો, સમસ્યાનું સમાધાન નહી થાય તો ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી

બનાસકાંઠામાં ગૌશાળા સંચાલનના આંદોલનનો નિવેડો લાવવા માટે ગૌશાળા સંચાલકોની જિલ્લા કલેક્ટર, સ્થાનિક ધારાસભ્ય સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ગૌશાળા સંચાલકોની સમસ્યાનું સમાધાન થયું નથી.

જો સમસ્યાનો નિવેડો ન આવે તો સાંજ સુધીમાં સરકારી કચેરીઓમાં ગાયો છોડી દેવાની ચીમકી આપી છે. ગૌશાળા સંચાલકોની ચીમકીને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. બેઠકમાં ગૌશાળા સંચાલકોએ પ્રધાન કૌશિક પટેલના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો હતો.

ગઈકાલે કૌશિક પટેલે જણાવ્યું હતુ કે, સરકારે ગૌશાળા અને પાંજરાપોળમાં સહાય બંધ નથી કરી. નિયમ પ્રમાણે ગૌશાળા અને પાંજરાપોળને સહાય આપવામાં આવે છે. પરંતુ ગૌશાળા સંચાલકો બધુ મફત ઈચ્છે છે. આ નિવેદન બાદ ગૌશાળાના સંચાલકોએ કૌશિક પટેલ જૂઠુ બોલી રહ્યા હાવોનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગૌશાળા સંચાલકોને સમજાવતા તેમણે આંદોલન મોકૂફ રાખ્યું હતુ.

Related posts

ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 186, આજના તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના આવ્યા

Pravin Makwana

ગુજરાતમાં લોકડાઉનની વધશે સમયમર્યાદા, પીએમ મોદી સાથેના સંવાદ બાદ રૂપાણી સરકાર લેશે નિર્ણય

Karan

ગુજરાતમાં અડધુ અમદાવાદ સીલ, એન્ટ્રિ-એક્ઝિટ પોઈન્ટ પર RAF- SRPFની ટુકડીઓ તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!