GSTV
Home » News » રાવણે નહીં પરંતુ રામે સીતાનું કર્યું હરણ , ગુજરાતમાં પાઠ્યપુસ્તકમાં ભયંકર છબરડો

રાવણે નહીં પરંતુ રામે સીતાનું કર્યું હરણ , ગુજરાતમાં પાઠ્યપુસ્તકમાં ભયંકર છબરડો

ધોરણ 12ના અંગ્રેજી માધ્યમના સંસ્કૃતના પાઠ્ય પુસ્તકમાં ગંભીર છબરડો સામે આવ્યો છે. રામાયણના મુખ્ય પાત્ર મહિલા પાત્ર સીતાનું અપહરણ રામે કર્યુ હોવાનો છબરડો પુસ્તકમાં છપાયો છે. રઘુવંશમ પ્રકરણના સીતા અપહરણ પ્રસંગમાં આ રાવણના સ્થાને પ્રિન્ટિંગ ભૂલથી રામે સીતાનું અપરહણ કર્યુ હોવાની વિગતો છપાઈ છે.

આ પ્રકારની ગંભીર બેદરકારી છતાં પાઠ્યુપુસ્તક તૈયાર થઈ ગયુ. ત્યારે પાઠ્ય પુસ્તક મંડળે ભૂલ સ્વીકારી છે અને પ્રુફ રિડર સામે પગલાં ભરવાની વાત કહી છે. આ ભૂલને લઈને પાઠ્યપુસ્તક મંડળ પ્રુફ રિડરને નોટીસ આપશે. બ્લેક લિસ્ટ કરશે. પાઠ્યપુસ્કત મંડળની પુસ્તકમાં જોવા મળેલી આ ભૂલ બાદ ઓનલાઈન પુસ્તકમાં સુધારો કરી દેવાયો છે. પાઠ્ય પુસ્તકમાં જોવા મળેલી છબરડા પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ કે જે ભૂલ થઈ છે. તે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તે ન થવી જોઈએ. તેમણે આ મુદ્દાને લઈને કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા છે.

    • ધોરણ 12ના સંસ્કૃતના પાઠયપુસ્તકમાં મોટો છબરડો
    • અંગ્રેજી માધ્યમના પાઠયપુસ્તકમાં અાવી ભયંકર ભૂલ
    • સીતાનું અપહરણ રામે કર્યાનો પુસ્તકમાં ઉલ્લેખ
    • રાજ્યના શિક્ષણ વિભાગની બેદરકારી બહાર અાવી
    • ગંભીર બેદરકારી છતાં પાઠ્યપુસ્તક તૈયાર થઈ ગયું
    • સીતા અપહરણ પ્રસંગમાં રાવણના બદલે રામનું નામ લખાયું
    • પ્રૂફ રિડરને નોટિસ અપાશે. બ્લેક લિસ્ટ કરાશે. હાલમાં અોનલાઇન સુધારો કરાયો

નીતિન પટેલે પણ અા ભૂલ હોવાનું સ્વીકાર્યું છે . બુક હવે છાત્રો પાસે હોવાથી શિક્ષણ વિભાગ અા અંગેની કાર્યવાહી કરશે. નીતીન પટેલના જમાવ્યા અનુસાર જે લોકોઅે બૂલ કરી હશે તેને બ્લેકલિસ્ટ કરી દેવાશે. અેક વર્ષ સુધી અા ભૂલ કોઈને ધ્યાન પર અાવી નથી. અા ભૂલ સુદારી લેવાશે. હવે અા બાબતે રાજકારણ ગરમાઈ ગયું છે.

Related posts

ફેસબુક પર સરકાર વિરોધી અપશબ્દો લખતાં પહેલાં ચેતજો, 24 કલાકમાં બીજી પોલીસ ફરિયાદ

Nilesh Jethva

રાજ્યની આ જિલ્લા પંચાયત પર ભગવો લહેરાવવાની ભાજપની મહેચ્છા પર પાણી ફરી વળ્યું

Nilesh Jethva

US-ચીન વચ્ચે વેપાર યુદ્ધનો અંત કે શું? જગત જમાદારે ચાઇનીઝ વસ્તુ મામલે લીધો આ નિર્ણય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!