આખરે કેમ એકતા કપૂરનો સુપરહિટ ડેઈલીસોપ છોડવા તૈયાર છે હિના ખાન? કર્યો આ ખુલાસો

બિગ બોસની એક્સ કન્ટેસ્ટેન્ટ અને ટેલીવિઝન એકટ્રસ હિના ખાન હાલમાં કસોટી જિંદગી કી 2માં કોમોલિકાની ભૂમિકા ભજવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે હિનાની એકતા કપૂર સાથે કોઈ પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે માટે જ તેણે આ શોને છોડવાનું નક્કી કરી લીધુ છે અને તેની પાછળ કારણ છે કે હિના ખાનની ભૂમિકાને જોઈએ તેટલું મહત્વ નથી આપવામાં આવી રહ્યું.

હિનાએ એક લાઈવ વીડિયોમાં શો છોડવાની વાત કરી હતી. હિના ખાનએ કહ્યું કે, “હું ભૂતકાળમાં મીડિયામાં ઘણી ખબરો વાંચી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે હું મારા સીરિયલ ટ્રેકથી નારાજ થઈને શો છોડી રહી છું. આ બધી ફક્ત વાતો છે. કદાચ બ્રેક બાદ પાંચ મહિના બાદ હું પાછી આવું અને શોમાં મારી ભુમિકા કોમોલિકા વાળી હશે તો હું જરૂરથી પાછી આવીશ.

હકીકતે, હિના ફિલ્મી દુનિયામાં આગળ વધવા જઈ રહી છે. માર્ચથી તે શોમાં દેખાશે નહીં. હિના ખાનએ કહ્યું કે, ‘મારી પાસે આ બ્રેક પાછળ ત્રણ અન્ય કમિટમેન્ટસ છે, આ વર્ષે મને ઘણા બધા કામ કરવાની જરૂર છે, જે હું મારી સીરીયલ ભૂમિકાને કારણે કરી શકતી નથી. આગામી પાંચ મહિનામાં મારે મારી ફિલ્મોની શૂટિંગ કરવી છે અને આ જ વર્ષે, મારે કાન ફેસ્ટીવલના રેડ કાર્પેટ પર પણ ચાલવું છે. મેં મારી કમિટમેન્ટસના લીધે આ શોર્ટ બ્રેક લીધો છે.

રિપોર્ટસ અનુસાર, હિના ખાને એકસાથે ત્રણ પ્રોજેક્ટ પર સાઈન કર્યા છે. તેની પ્રથમ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે. હુસેન ખાન આ ફિલ્મનું નિર્દેશન કરશે. આ પાત્રમાં તેમનું પાત્ર ખૂબ જ મજબૂત હશે. ફિલ્મની વાર્તા 1990ના કાશ્મીરના બેકગ્રાઉન્ડ પર છે.

જણાવી દઈએ કે છેલ્લા દિવસોમાં હિના એક શેમ્પુની એડ કરતા નજર આવી હતી. આ પોસ્ટ પછી લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યૂઝરે લખ્યું હતું કે- પ્લીઝ હિના અમને તારી આ જાહેરાતની જરૂર નથી પોતાનું નોલેજ પોતાની પાસે રાખો અને દમ છે તો મેકઅપ વગરનો ફોટોગ્રાફ પોસ્ટ કરો….મેકઅપની દુકાન.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter