GSTV
Auto & Tech Trending

શું તમે જાણો PUBG Mobile નહીં આ છે દુનિયાની નંબર વન ગેમ?

PUBG

જો તમે વિચારી રહ્યા છો કે, PUBG Mobile દુનિયાની નંબર વન ગેમ છે, તો તમે પૂર્ણ રીતથી ખોટુ છે. તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે, PUBG Mobile ગેમ દુનિયાની ટોપ ત્રણ પ્રખ્યાત ગેમ્સમાં પણ સામેલ નથી. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, દુનિયામાં સૌથી વધારે રમાનારી ગેમ્સ વિશે. આખી દુનિયામાં ધમાલ મચાવી રહેલી કેટલીક ગેમ્સ વિશે તમે સાંભળ્યુ પણ નહી હોય.

PUBG Mobile નથી સૌથી પોપ્યુલર ગેમ

એ વસ્તુ સાચી છે કે, હવે PUBG Mobile દુનિયામાં સૌથી વધારે રમાતી ગેમ રહી નથી. વર્ષ 2020માં સૌથી પોપ્યુલર ગેમ્સની યાદીમાં PUBG Mobile પાછળ પડી ગઈ છે. Apptopia એ પોતાની નવી રીપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, ડાઉનલોડ અને કમાણીના કેસમાં ઘણા યૂઝર્સ બીજી ગેમ્સ PUBG Mobile થી આગળ નીકળી ગયા છે.

Among Us બની દુનિયાની નંબર વન ગેમ

આ નામ તમારા માટે નવું હોઈ શકે છે, પરંતુ Among Us હવે દુનિયાની સૌથી પ્રખ્યાત ગેમ બની ચૂકી છે. Apptopia એ પોતાની રીપોર્ટમાં કહ્યુ છે કે, Amoug Us 2020ની સૌથી પ્રખ્યાત ગેમ રહી છે. છેલ્લા વર્ષે લગભગ 26.4 કરોડ વખત તેને ડાઉનલોડ કરવામાં આવી છે. માત્ર અમેરિકામાં જ આ ગેમને લગભગ 4.1 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે.

Subway Surfers છે બીજા પદ પર

અજીબ વાત એ છે કે, PUBG ગેમને આ રેન્ક પણ મળી શક્યુ નથી. ડેનમાર્કમાં તૈયાર થયેલ Subway Surfers બેસ્ટ ગેમ્સની યાદીમાં બીજા નંબર પર છે. આ ગેમને આખી દુનિયામાં 22.7 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવશે.

ત્રીજી સૌથી પ્રખ્યાત ગેમ છે Garena Free Fire

Garena Free Fire ગેમ સામાન્ય તો પબજી સ્ટાઈલવાળી જ ગેમ છે, પરંત તેમાં ચોંકાવનારી વાત એ છે કે, દુનિયામાં PUBG સૌથી વધારે Garena Free Fireને પસંદ કરવામાં આવી રહી છે. વર્ષ 2020માં આ ગેમને 21.8 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે.

PUBG મોબાઈલ છે ચોથી પ્રખ્યાત ગેમ

છેલ્લા વર્ષે PUBG Mobile ને માત્ર 17.5 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ભારત-ચીન સીમા વિવાદ બાદ દેશણાં PUBG બેન થવાની સીધી અસર અહીંયા જોવા મળી છે. જોકે, કંપની ભારતમાં બીજી વખતથી રીલોન્ચ માટે પૂર્ણ કોશિશ કરી રહી છે, પરંતુ હાલમાં આશાની કિરણ દેખાઈ રહી નથી.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV