GSTV
India News ટોપ સ્ટોરી

ઉતરપ્રદેશમાં તો શું, આખા દેશમાં ક્યાંય પણ કૉંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરૂ

rahulgandhi

ગઠબંધનની વાતો વચ્ચે ક્યાંક અમુક પાર્ટી ખુશી મનાવે છે તો ક્યાંક દુખી થાય છે. કોઈ પાર્ટી આડકતરી રીતે ના પાડે છે તો કોઈ પાર્ટી સીધી મોઢા પર ના પાડી દે છે. એવામાં એક મહત્વની જાહેરાત કરી છે માયાવતીએ. બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સુપ્રીમો માયાવતીએ ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે તેની પાર્ટી ફક્ત ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ આખા દેશમાં ક્યાંય પણ કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. બસપાની અખિલ ભારતીય બેઠક દરમિયાન બસપાના સુપ્રીમોએ ફરી એક વખત કોંગ્રેસ સાથે કોઈ જ પ્રકારનું ગઠબંધન નહીં કરવાની સ્પષ્ટતા કરી હતી. જેનાં લીધે કૉંગ્રેસ નારાજ થયું છે.

ઉલ્લેખનીય છે કે 14 માર્ચના રોજ પ્રિયંકા ગાંધીના ઉત્તર પ્રદેશ પ્રવાસ પહેલા જ માયાવતીએ આવી જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશમાં ફક્ત બે બેઠકને છોડીને બસપા અને સપાએ બાકીની બેઠક પર ગઠબંધન કરી લીધું છે. જોકે, અખિલેશ યાદવ એવું કહેતા રહ્યા છે કે કોંગ્રેસ તેમના ગઠબંધનનો ભાગ છે. પરંતુ માયાવતીના તાજેતરના નિવેદન બાદ એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે સપા અને બસપા કોંગ્રેસ સાથે કોઈ જ જોડાણ નહીં કરે.

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી 37 બેઠક અને બસપા 38 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે સપા અને બસપા વચ્ચે મધ્ય પ્રદેશમાં પણ ચૂંટણીને લઈને સમજૂતી થઈ છે. કોંગ્રેસ અને બસપા વચ્ચે રાજનીતિક તણાવ ત્રણ રાજ્ય મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની ચૂંટણીમાં પણ જોવા મળ્યો હતો. મધ્ય પ્રદેશમાં ગઠબંધન ન થવા માટે માયાવતીએ કોંગ્રેસને જવાબદારી ગણાવી હતી.

READ ALSO

Related posts

સીરિયામાં નવી મૂસીબત / આ બીમારીના કારણે લોકો મોતને ભેટી રહ્યાં છે

Hemal Vegda

ભાજપમાં નવા અધ્યક્ષ માટે કોઈ ચૂંટણી થશે નહીં, હવે માત્ર જેપી નડ્ડા જ કાર્યભાર સંભાળશે

Hemal Vegda

અભ્યાસમાં ચોંકાવનારો દાવો : 66% ભારતીય પાયલોટ ફ્લાઇટ દરમિયાન ઉંઘી જાય છે પ્લેનમાં

GSTV Web Desk
GSTV