ભાજપ જ નહીં હવે આ ગુજરાતીઓ પણ કરે છે મોદીનો અનોખો પ્રચાર, પીએમ પણ જોઈ ખુશ થઈ જશે

લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. રાજકિય પક્ષોનાં નેતા-કાર્યકરો રાજકિય રંગમાં ઓળઘોળ થતા જોયા છે. જો કે સુરતમાં વેપારીઓ પણ રાજકિય રંગે રંગાયા છે. સુરતમાં અનેક ધંધા-વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ પીએમ મોદી માટે પ્રચાર કરી રહ્યા છે. પોતાનાં બિઝનેસનાં માધ્યમથી વેપારીઓ દેશનાં અન્ય વેપારીઓને અપીલ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીને ફરી વડા પ્રધાન બનાવવા માટે સુરતનાં વેપારીઓ આ કેમ્પેઇન ચલાવી રહ્યા છે.

સુરત એ પુરી દુનિયામાં ડાયમન્ડ સિટી તરીકે પ્રખ્યાત છે. સુરતમાં હિરા, જ્વેલરી, કાપડ અને એમ્બ્રોઈડરી સહિત અનેક પ્રકારનાં ધંધા-ઉદ્યોગો ધમધમી રહ્યા છે.આમ તો જીએસટી કાયદો અમલમાં આવ્યા પછી સુરતમાં અનેક વેપારીઓ એ હાડામારીનો સામનો કર્યો હતો. તમામ પ્રકારનાં ધંધા-રોજગાર માં મંદી જોવા મળી હતી. જીએસટીને કારણે સૌથી મોટું નુકસાન પહોંચ્યું હોય તો તે સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ છે. જીએસટીનો વિરોધ કરવા બદલ વેપારીઓએ પોલીસની લાઠી પણ ખાધી હતી.

તાજેતરમાં વડાપ્રધાન મોદી પંદર દિવસમાં બે વખત સુરતની મુલાકાતે આવ્યા હતાં. તેથી સુરતનાં વેપારીઓ ફરી “નમો ફિવર”માં આવી ગયા છે.

સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવતા વેપારી ભરત રંગોલિયાએ પોતાની પેઢીનાં ઇનવોઈસ બિલમાં “નમો અગેઇન” લોગો છપાવીને મોદી સાહેબને પુન: વડાપ્રધાન બનાવવા અપીલ કરી છે. વેપારી ભરત રંગોલિયા દિલ્હી, મુંબઈ અને ચેન્નઈનાં વેપારીઓ સાથે બિઝનેસ રિલેશન ધરાવે છે. જેથી તેમણે કારખાનામાં ઇનવોઈસ બિલમાં “નમો અગેઇન” કેમ્પેઇન શર કર્યુ છે.

ભરત ભાઈનાં જણાંવ્યા પ્રમાણે અમે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને જોવા માંગીએ છે. અમારી આ પહેલને ઠેર-ઠેરથી આવકાર મળે છે. મારા તમામ વેપારી મિત્રોએ મને શુભેચ્છા પાઠવી છે. વેપારી સિવાયનાં મિત્રોનાં પણ ફોન આવે છે. જેઓ અમારા આ પગલાને ખુબ-ખુબ આવકારી રહ્યા છે.

કામરેજમાં ફલીપ કેબ કેબલ્સ નામની પેઢીનાં ઇનવોઈસ બિલમાં પણ પીએમ નરેન્દ્ર મોદીનાં ફેસ સાથે નમો અગેઇન લોગો પ્રિન્ટ કરીને તમામ વ્યાપારી વ્યવહારો કરવામાં આવી રહ્યા છે.

સુરત ટેક્સટાઈલ માર્કેટમાં આવેલી રૂપશ્રૃંગાર સાડી ફર્મમાં પણ પીએમ મોદીનાં ફુલ કટઆઉટ સાથે “નમો અગેઇન મીશન 2019” સૂત્ર લખીને વેપારીઓ જાણે લોકસભા ચૂંટણીનો પ્રચાર કરતા હોય તેવું લાગે છે.

આમ તો ભાજપને કેડર બેઝ પાર્ટી માનવામાં આવે છે. દરેક ચૂંટણીમાં નિતનવા પ્રયોગો કરવા માટે ભાજપ જાણીતું છે. તેથી ભાજપે આ વખતે વેપારીઓનાં માધ્યમથી અપનાવેલો આ પ્રચાર કિમીયો કેટલો કારગત નિવડશે તે ચૂંટણી પરિણામ પરથી ખબર પડશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter